News of Monday, 12th May 2025
ભુજ એરપોર્ટ પ્રવાસી ઉડ્ડયન માટે ફરી શરૂ : વિમાની કંપનીઓના ફ્લાઇટ શિડ્યુઅલની જોવાતી રાહ
ભુજથી મુંબઈ, દિલ્હી અને અમદાવાદ વચ્ચે નિયમિત અવરજવર કરતી હવાઈસેવા ફરી શરૂ થતા કચ્છના પ્રવાસીઓને રાહત થશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : પાકિસ્તાન સાથેની તંગદિલી અને તણાવ દરમ્યાન સુરક્ષાના કારણોસર પ્રવાસી ઉડ્ડયન માટે બંધ કરાયેલ ભુજ એરપોર્ટ ફરી શરૂ થઈ ગયું છે. ભુજ એરપોર્ટ ઓથોરિટીના સદસ્ય મહેન્દ્ર જોશીએ “અકિલા” સાથે વાત કરતા જણાવ્યું હતું કે સ્થાનિક એરપોર્ટ ઓથોરિટી દ્વારા વિમાની કંપનીઓ માટે પ્રવાસી ઉડ્ડયનની મંજૂરી આપી દેવાઈ છે. હવે, વિમાની કંપનીઓ દ્વારા શિડ્યુઅલ જાહેર કરાય એ રીતે વિમાની સેવા શરૂ થઈ જશે. ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલા ભુજના યુવાન નિલય જોશીએ જણાવ્યું હતું કે પ્રવાસીઓ પોતાના પ્રવાસ અંગે જે તે એરલાઈન્સ કંપનીનો સંપર્ક કરી ફ્લાઈટ શિડ્યુઅલ જાણ્યા બાદ જ પ્રવાસ કરે એ હિતાવહ છે. ભુજથી મુંબઈ, દિલ્હી અને અમદાવાદ વચ્ચે નિયમિત અવરજવર કરતી હવાઈસેવા ફરી શરૂ થતા કચ્છના પ્રવાસીઓને રાહત થશે. હાલ ફ્લાઈટ શિડ્યુઅલના સમયની રાહ જોવાઈ રહી છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
