News of Monday, 12th May 2025
એર ઈન્ડિયાનો ભુજ સાથેનો વિમાની વ્યવહાર પુનઃ શરૂ : નિયમિત ઉડ્ડયનોનું એલાન
મુંબઈ અને દિલ્હી માટેની ફ્લાઈટ્સ ફરીથી કાર્યરત : મુસાફરોને સમયપત્રક ચકાસવા અનુરોધ

વિનોદ ગાલા દ્વારા, ભુજ : ભુજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા વિમાની વ્યવહાર ફરી શરૂ કરવાની જાહેરાત બાદ, એર ઈન્ડિયાએ પણ પોતાની હવાઈ સેવાઓ પુનઃ શરૂ કરવાની જાહેરાત કરી છે. એરપોર્ટ ઓથોરિટીના સભ્ય મહેન્દ્ર જોશીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભુજ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ હવે પહેલાની જેમ જ નિયમિત રીતે કાર્યરત થશે.
મુંબઈ-ભુજ-મુંબઈ અને દિલ્હી-ભુજ-દિલ્હી વચ્ચે એર ઈન્ડિયાની હવાઈ સેવા ઉપલબ્ધ રહેશે. જો કે, મુસાફરોને એરપોર્ટ પર કેટલું વહેલું પહોંચવું અને ફ્લાઈટના સમયપત્રક વિશે અગાઉથી જાણકારી મેળવીને પ્રવાસ કરવાની સલાહ આપવામાં આવે છે, જેથી કોઈ અગવડતા ન પડે.

(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
