News of Monday, 12th May 2025
જામજોધપુર સરકારી હોસ્પિટલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ સફળ : ૮૬ બોટલ રક્ત એકત્રિત
આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા આરોગ્ય સ્ટાફ : સામાજિક કાર્યકરો અને ગ્રામજનોનો ઉત્સાહભર્યો સહયોગ

જામનગરઃ જિલ્લામાં કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિમાં લોહીની અછત ન સર્જાય તે માટે વિવિધ સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામજોધપુરની સરકારી હોસ્પિટલ ખાતે તારીખ ૧૧મી મેના રોજ એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો અને આ કેમ્પમાં કુલ ૮૬ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં હોસ્પિટલના આરોગ્ય સ્ટાફ, સ્થાનિક સામાજિક કાર્યકરો અને આજુબાજુના ગામના લોકોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને પોતાની સામાજિક ફરજ નિભાવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયા, અગ્રણીઓ રવિ શિહોરા અને ભાગ્યેશ માનસુર્યાએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી અને રક્તદાન કરીને અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી હતી. હોસ્પિટલના સ્ટાફ અને ગ્રામજનોના સહકારથી આ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
