<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

કચ્છમાં ગમખ્વાર અકસ્માત :દોલતપર-દયાપર રોડ પર ટ્રક અને બાઇક અથડાતા બે લોકોના મોત

અકસ્માતના પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી

કચ્છમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે દોલતપર-દયાપર પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળો આવી પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ, કચ્છના લખપતના દયાપર પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતની આ ઘટનામાં બાઈક ચાલક સહિત બેના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. લખપતના દયાપર પાસે અકસ્માતના બનાવને પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે  વધુ તપાસ હાથ ધરી છે.

(6:33 PM IST)