<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

મોરબીમાં ભયજનક જર્જરિત મકાન તૂટી પડવાથી થનાર નુકશાની માટે માલિક જવાબદાર ગણાશે : મહાપાલિકા.

જે મિલકતમાં સરકારી દાવા ચાલતા હોય, તેવા કિસ્સામાં કાયદાની જોગવાઈને આધીન અમલવારી કરવાની રહેશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં ચોમાસાના સમયમાં વરસાદને કારણે જર્જરિત મકાન તૂટી પડતા માલસામાનને થતું નુકશાન કે અકસ્માત-જાનહાનીના કિસ્સામાં મિલકતના માલિક/કબજેદારની જવાબદારી રહેશે તેમ સીટી ઈજનેરની યાદીમાં જણાવ્યું છે.

મોરબી મહાનગરપાલિકાના સીટી ઈજનેરની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ મોરબી મહાપાલિકા હદ વિસ્તારમાં આવેલ જર્જરિત મિલકતોના માલિકો/કબજેદારને જણાવવાનું કે અતિભારે વરસાદના સમયે જર્જરિત મિલકત મકાન તૂટી પડવાથી જાનમાલને નુકશાન ના થાય કે જાનહાની ના થાય તે માટે કબ્જા ભોગવટા હેઠળની મિલકત તાત્કાલિક ઉતારી લેવા અથવા સુરક્ષિત કરવા જાહેર નોટીસથી જણાવવામાં આવે છે જો તેમ કરવામાં કસુરવાર ઠરશો તો તેનાથી નીપજતા પરિણામો જેમકે જર્જરિત મિલકત તૂટી પડવા કે ધરાશાયી થવાના પ્રસંગે આપના કે અન્યના કીમતી માલસામાન કે ઘર વખરીને કોઈ નુકશાન થશે કે કોઈ અકસ્માત કે જાનહાની થશે તો તેની અંગત જવાબદારી મિલકત માલિક/કબજેદારની રહેશે જેની ગંભીર નોંધ લેવા જણાવ્યું છે.
જે મિલકતમાં સરકારી દાવા ચાલતા હોય, તેવા કિસ્સામાં કાયદાની જોગવાઈને આધીન અમલવારી કરવાની રહેશે.


 

(12:03 AM IST)