News of Tuesday, 13th May 2025
મોરબીના મચ્છુ ૩ ડેમ જતા રોડ પરથી બાઈક ચોરી થયું.
ધરમપુર ગામની સીમમાં મચ્છુ ૩ ડેમ જવાના રસ્તા પાસેથી અજાણ્યો શખ્શ બાઈક ચોરી કરી ગયો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ધરમપુર ગામની સીમમાં મચ્છુ ૩ ડેમ જવાના રસ્તા પાસેથી અજાણ્યો શખ્શ બાઈક ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના રવાપર રોડ પર રહેતા સુગ્નેશભાઈ ચંદુલાલ પાટડીયાએ અજાણ્યા ચોર શખ્શ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨ ફેબ્રુઆરીના રાત્રીથી તા. ૦૩ ફેબ્રુઆરીના સાંજ સુધીના અરસામાં ફરિયાદીનું બાઈક જીજે ૧૩ એલએલ ૩૫૪૯ કીમત રૂ ૩૦ હજાર વાળું ધરમપુર ગામની સીમમાં રવિરાજ ચોકડીથી મચ્છુ ૦૩ પુલના ખૂણે રોડની સાઈડમાં રાખેલ હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
