તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Tuesday, 13th May 2025
મોરબી કબીર ટેકરી મેઈન રોડ પરથી જુગાર રમતા ચાર ઝડપાયા.
ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ ૧૦,૪૦૦ ની રોકડ રકમ જપ્ત કરી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : કબીર ટેકરી મેઈન રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ ૧૦,૪૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે કબીર ટેકરી મેઈન રોડ પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણ મોહનભાઈ ગોહિલ, કામરાન સલીમ ચાનિયા, બિલાલ આદમ ચાનિયા અને અશરફ આમદ ઓડિયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૪૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
