News of Tuesday, 13th May 2025
મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો 21 મો પાટોત્સવની ઉજવણી.
મહંતશ્રી ભાવેશ્વરીમાં તેમજ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીના સાનિધ્યમાં ધામધૂમથી ઉજવણી કરાઈ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો ૨૧ મો પાટોત્સવ ધામધુમથી ઉજવાયો હતો મહંતશ્રી ભાવેશ્વરીમાં તેમજ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીના સાનિધ્યમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે યજ્ઞ મહા આરતી મહાપ્રસાદ તેમજ કાલીકાનગર ખાતે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ચુનીભાઈ કાવર, ત્રિભોવનભાઈ, ભાલોડીયા ઓડીયા સાહેબ, ઠાકરશીભાઈ, પાંચોટિયા, ભુદરભાઈ દેત્રોજા, અશ્વિનભાઈ દેત્રોજા, નરશીભાઈ શેરસિયા, રમેશભાઈ શેરસિયા, જગદીશભાઈ ખાવડીયા, કેતનભાઈ બોપલીયા , જયંતિભાઈ શેરસિયા, કેશુભાઈ દલસાડીયા, દેવકણભાઈ મોરડીયા, મહાદેવભાઈ ચિખલીયા, દિલીપભાઈ, રાજુભાઈ, વગેરે જોડાયા હતાં આશ્રમના સેવક બહેનો ભાઈઓ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદી જણાવ્યું છે.
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
