News of Tuesday, 13th May 2025
૧૬મી સિંહ ગણતરીઃ સાયલા, ચોટીલાના વિસ્તારનો સમાવેશ

વઢવાણ તા.૧૩: ગુજરાતમાં એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનો ૧૬મો તબક્કો સાસણ ગીર ખાતેથી ૧૦મી મેથી શરૃ થયો છે. ૧૩મી મે ૨૦૨૫ સુધી ચાર દિવસમાં રાજ્યના ૧૧ જિલ્લા અને ૫૮ તાલુકાના ૩૫,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવશે. જેમાં સાયલા અને ચોટીલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હાલ આ ગણતરીની અંદર સાયલા અને ચોટીલા તાલુકાનો સમાવેશ થતાં અને ભૂતકાળમાં એટલે કે આજથી બે વર્ષ પહેલાં સીહ આ બંને તાલુકામાં ત્રણ મહિના રોકાયા હોવાથી અત્યાર સુધીની સિંહ ગણતરીમાં આ વર્ષે પ્રથમ વખત જ સુરેન્દ્રનગર જિલ્લામાં ગણતરી થઈ રહી છે હાલ તો સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહની વસ્તી નથી પરંતુ ભવિષ્યમાં આ વિસ્તારમાં સિંહની સંખ્યા આવશે એટલે વન વિભાગ દ્વારા આગવા આયોજનના ભાગરૃપે અત્યારથી જ આ ગણતરી ચાલુ કરી દેવામાં આવી છે.
ગણતરીની અંદર બંને તાલુકામાં કોડ આપવામાં આવ્યા છે તેમજ શબઝોન તાલુકા સબ ઝોનલ અધિકારી તેમજ તેમના હોદા નક્કી કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી ફોરેસ્ટ ગાર્ડ ફોરેસ્ટર સહિતના લોકો દ્વારા સમગ્ર કામગીરી ગણતરી હાથ ધરવામાં આવશે.ગણતરી એકમ કોડથી જુદા જુદા ગામો નક્કી કરવામાં આવ્યા છે. તે મુજબ જ આ ગણતરી કરશે. સાયલા તેમજ ચોટીલાના રેવન્યુ વિસ્તારમાં સમગ્ર કામગીરી ગણતરીની હાથ ધરાશે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
