તા. ૨૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૧ મંગળવાર
News of Tuesday, 13th May 2025
બુદ્ધપૂર્ણિમાએ દ્વારકાધીશ જગતમંદિરમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટયું
પવિત્ર ગોમતી તાાન કરી પુણ્યનું ભાથું બાંધતા ભાવિકો

(વિનુભાઈ સવસાણી દ્વારા) દ્વારકા,તા.૧૩: ભારત પાકીસ્તાન વચ્ચે ટેન્શનભરી સ્થિતિ હોવા છતાં પણ વૈશાખી પૂનમ (બુદ્ધ પૂર્ણિમા)ના પાવન દિવસે યાત્રાધામ દ્વારકામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટયું હતું. વહેલી સવારથી જ દ્વારકાના ગોમતી ઘાટ તથા જગતમંદિર તરફ યાત્રાળુઓનો -વાહ જોવા મળ્યો હતો. હજારો ભાવિકોએ દ્વારકાની પાવનકારી ગોમતી નદીના તાાનનું અનેરું મહત્ત્વ હોય આજરોજ પૂનમની તીથિમાં પવિત્ર ગોમતી તાાન કરી પુણ્યનું ભાથું બાંધી છપ્પન સીડી સ્વર્ગ દ્વારેથી જગતમંદિરમાં કાળિયા ઠાકોરજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. (તસ્વીરઃ દિપેશ સવસાણી-દ્વારકા)
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
