News of Tuesday, 13th May 2025
ધ્રોલના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રકતદાન કેમ્પ
૭૦થી વધુ રકતની બોટલો એકત્રઃ અલગ-અલગ સંસ્થાઓ વેપારીઓ દ્વારા રકતદાન

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૩:: ધ્રોલના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ . જેમા મોટી સંખ્યામાં લોકો રક્તદાન કેમ્પ જોડાયા હતા કેમ્પનો મુખ્ય હેતુ ભારતીય સેનાના જવાનો અને જરૂરિયાતમંદ નાગરિકો માટે રક્ત એકત્રિત કરવામા આવ્યું છે જેમાં ૭૦ વધુ રક્તની બોટલો એકત્ર થઈ છે ધ્રોલની અલગ અલગ તમામ સંસ્થાઓ, વેપારીઓ સહિત ના મોટી સંખ્યામાં રક્તદાન નોંધાયું હતું
આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે ધ્રોલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ૭૦ જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું ત્યારે આ રક્તદાન ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જીલ્લા પંચાયત સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના ચેરર્પસન શ્રીમતી ગોમતી ચાવડા, જીલ્લા ઉપાધ્યાય ડી.ડી જીવાણી, ધ્રોલ નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ વાધેલા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હીરેનભાઈ કોટેચા, ધ્રોલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પતિ બ્રિજરાજસિહ જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપ મહામંત્રી કે.પી. ભીમાણી, ધ્રોલ નગરપાલિકા સદસ્ય પતિ સજયસિહ જાડેજા, પુર્વ ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુગરા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિરમભાઈ વરુ, અરવિંદભાઈ હિન્સુ, ધ્રોલ તાલુકા પંચાયત મહેશભાઈ ચીખલીયા, વિજયભાઈ કાસુન્દ્રા વગેરે ઉપસ્થિત રહયા હતાં
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
