<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

દેવભુમી દ્વારકા જીલ્લામાં પ્રિ-મોન્‍સુન કામગીરી પહેલા માવઠુ વરસતા ભારે નુકશાન

વાડી-ખેતરમાં રાખેલ સુકી કડબ, મગફળીનો ભુકો પલળી જતા ઘાસચારા અને પાકમા નુકશાનથી ખેડુતોની માઠી

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૩: દેવભુમી દ્વારકામાં સમાન્‍ય રીતે જુનના બીજા સપ્તાહ પછી ચોમાસુ બેસે અને ત્‍યારથી કંટ્રોલરૂમ શરૂ થાય અને વરસાદ આવે તેના બદલે આ વખતે ૭/૫ની એટલે કે મે માસના પ્રથમ સપ્તાહથીજ એટલે કે સવા માસ પહેલા વરસાદ શરૂ થઇ ગયો હોય અને તે પણ માવઠું એકાદ દિવસ આવે તેવું નહી પણ સતત પાંચેક દિવસ રોજ વરસાદ આવતા માવઠાના બદલે ચોમાસુ  સવા મહિના પહેલા શરૂ થઇ ગયાની સ્‍થિતિ થઇ છે. તથા જિલ્લાનું ડીઝાસ્‍ટાર મેનેજમેન્‍ટ તંત્ર પણ દોડયું છે તો પાલિકાઓની અનેક સ્‍થળે પ્રિ મોન્‍સુન કામગીરી પણ હજી પૂર્ણ થઇ નથી.

ખંભાળીયામાં ત્રણ ઇંચ, ભાણવડમાં ચાર ઇંચ અને કલ્‍યાણપુરમાં પાંચ ઇંચ આ મોસમનો કુલ વરસાદ થઇ ગયો છે. ભારે અને સતત વરસાદને કારણે હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા હોય તથા અનેક સ્‍થળે તો ખેતરોમાં જઇ શકાય નહીં. ટ્રેકટર વાહનો ખુંચી જાય તેવી સ્‍થિતિ થઇ છે.

ખેડુતોની જમીન સુધારવા, ખાતર નાખવાના લેવલીંગ કરવાના કામો પણ ઠપ્‍પ થઇ જતા ખેડુતો મુશ્‍કેલીમાં મુકાયા છે તો ખેતરમાં  ઢાંકી રાખેલા સુકી કડબ તથા મગફળીના ભુકાને ભારે પવનથી ઢાંકેલુ ઉડી જતા અને ઘાસચારો પલળી જતાં વ્‍યાપક નુકશાન થયું હતું.

ચારેક દિવસથી સતત વરસાદ પડતો હોય ગઇકાલે સાંજે ભારે પવનના તોફાન સાથે વરસાદ આવ્‍યો હતો. કલ્‍યાણપુર શહેર તથા તાલુકાના ગામોમાં ત્રણથી સાડા ત્રણ ઇંચ વરસાદ પડયો હતો.

દ્વારકા જિલ્લાના કલ્‍યાણપુરમાં આવેલા ગણેશગઢ ગામે લાખોના ખર્ચે બનેલી એનિમલ હોસ્‍પિટલ તથા તેમાં રહેતા પશુઓને ખુબજ નુકશાન થયું હતું ભારે પવનથી પતરા શેડ તથા દીવાલોને નુકશાન થતાં આ હોસ્‍પિટલને મોટું નુકશાન થયું હતું.

ખંભાળીયા કલ્‍યાણપુરમાં ચોમાસાની જેમ પડેલ આ માવઠાના વરસાદથી ખેડુતની સ્‍થિતિ ફોડી થઇ છે ખેડુત આગેવાનો મુકેશ મોકરીયાએ જણાવેલછ કે ચોમાસા પહેલા આ વરસાદથી ખેડુતોનું સાંતીકામ, ચાસનું કામ, લેવલ માટી કામ જની સુધારણા કામ બંધ થઇ ગયા છે.

(1:28 PM IST)