<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા મહિલા સહીત પાંચ ઝડપાયા

બી ડીવીઝન પોલીસે રોકડ રૂ ૧૦,૨૭૦ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ત્રાજપરમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત 5 લોકોને પકડી લઈ તેમની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ત્રાજપર ખારીમાં રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા સવજીભાઈ ભીમાભાઈ સરાણીયાઈ ઉ.વ.૬૦ રહે. ત્રાજપર પંચની માતાવાળી શેરી મોરબી-૨, સોમાભાઈ અરજણભાઈ મકવાણા ઉવ.૫૬ રહે. ત્રાજપર ચોરસવાળી શેરીમાં મોરબી-૨, લાભુભાઇ કાનજીભાઈ પાટડીયા ઉ.વ પર રહે ત્રાજપર ખારી મોરબી-૨, બેચરભાઈ કાળુભાઇ બારૈયા ઉ.વ.૬૦ રહે. કુબેર ધાર ત્રાજપર ખઆરી મોરબી-૨, શારદાબેન સોમાભાઈ મકવાણા ઉ.વ.૫૪ રહે. ત્રાજપર ચોરાવાળી શેરીમાં મો૨બી-૨ને રોકડા રૂ.૧૦,૨૭૦/- ના મુદામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં પીઆઈ એન.એ.વસાવા, એ.એસ.આઈ. જીતેન્દ્રકુમાર અધારા, પો.હેડ કોન્સ જગદિશભાઈ ડાંગર, વિજયભાઈ બાર, રાજેશભાઈ ડાંગર,સંજયભાઈ રાઠોડ, જયપાલભાઈ લાવડિયા, પો.કોન્સ. સિધ્ધરાજસિંહ ઝાલા, વિપુલભાઈ બાલસરા, ભાવેશભાઈ કોટા, રાજપાલસિંહ જાડેજા, દેવાયતભાઈ રાઠોડ તથા પ્રિયંકાબેન પૈજા રોકાયેલ હતા.

 

 


 

(8:01 PM IST)