News of Wednesday, 14th May 2025
મોરબી પાણીની પારાયણ, મદીના સોસાયટી, પંચાસર રોડ સહિતના વિસ્તારોમાં પાણી માટે લાઈનો.
એક બેડા પાણી માટે મહિલાઓને દર-દર ભટકવું પડી રહ્યું છે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમના દરવાજા બદલવાની કામગીરીને પગલે હાલમાં ઓછું પાણી મળી રહ્યું હોય મહાનગર પાલિકાએ આડકતરો પાણી કપ મૂકી દેતા શહેરના વિસીપરા, પંચાસર રોડ, મદીના સોસાયટી સહિતના વિસ્તારમાં એક બેડા પાણી માટે મહિલાઓને દર-દર ભટકવું પડી રહ્યું છે.
મદીના સોસાયટીના રોશનબેન નામના મહિલા જણાવે છે કે, છેલ્લા 15થી 20 દિવસથી પાણી નથી આવતું. કાળઝાળ ઉનાળામાં પાણી વગર કેમ ચલાવવું ? તેવા સવાલ ઉઠાવી રોશનબેન કહે છે કે, સવારથી એક બેડા પાણી માટે કુવામાંથી પાણી સિંચી રહ્યા છીએ અને ક્યાંય સાર્વજનિક બોરમાં પાણી મળે તો ત્યાં લાઈનો લગાવીએ છીએ. અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી પાણી ન આવતું હોવાથી કપડાં ધોવા માટે સગા સંબંધીના ઘેર જાવું પડે છે અને રોજ પીવાના અને વાપરવાના પાણી પાણી માટે કોઈના ઘેર બોર હોય તો ત્યાંથી પાણી મેળવી છીએ, હાલના સંજોગોમાં નાના-બાળકોવાળા મહિલાઓની સ્થિતિ દયનિય બની હોવાનું પણ તેમને રોષભેર જણા
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
