News of Wednesday, 14th May 2025
મોરબીમાં છેલ્લા ત્રણ વર્ષથી ndps ગુનામાં નાસતો ફરતો ઇસમ નવસારીથી ઝડપાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં એનડીપીએસ ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે નવસારીથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી ગુલાબચંદ કમલાશંકર યાદવ (ઉ.વ.૪૯) હાલ (રહે બિમલપુર અંબાવાડી, લક્ષ્મીનગર નવસારી મૂળ રહે યુપી વાળો શખ્સ નવસારી હોવાની બાતમી મળતા ટીમને નવસારી મોકલી આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
