News of Wednesday, 14th May 2025
ઇન્ડિયાના સૌથી મોટા રિયાલિટી શો માં મોરબીના મહિલા સિંગર ફાઇનલ માટે સિલેક્ટ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ગત તારીખ 2 એપ્રિલના રોજ મોરબીમાં ઇન્ડિયાના સૌથી મોટા રિયાલિટી શો India's greatest talent show season 7 ના ઓડિશનનું આયોજન કરવામાં આવેલ જેમાં અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના સભ્ય અને સંગીત ક્ષેત્રે મોરબી નું ગૌરવ એવા સિંગર અવનીબેન પ્રકાશ ભારતી ગોસ્વામી ફાઇનલ માટે સિલેક્ટ થયેલ છે.જેઓને આગામી જુલાઈ મહિનામાં રાજસ્થાનના જયપુર ખાતે પોતાની પ્રતિભા રજૂ કરવાનો સુંદર મજાનો મોકો મળ્યો છે .આ રિયાલિટી શો SONY TV,B4U તેમજ MTV ચેનલ ઉપરથી આપ લાઈવ નિહાળી શકશો.સાથે સાથે નોંધનીય છે કે અવની ગોસ્વામી 13 વર્ષની ઉંમરથી સ્ટેજ શો કરી રહી છે.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
