<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ગોંડલના રીબડામા અમિત ખૂંટના પુત્રના શિક્ષણની જવાબદારી સ્‍વીકારતા ગીતાબા જાડેજા

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૪: રીબડાનાં અમીત ખુંટ આપઘાતની ઘટનામાં પરીવાર નાં આશાસ્‍પદ યુવાન નું અકાળે મળત્‍યુ થયુ હોય અમીત નો નવ વર્ષ નો માશુમ પુત્ર તથા તેના પત્‍નિ સહિત પરીવાર પર આભ ફાટયા જેવી હાલત સર્જાઇ હોય ગોંડલ નાં ધારાસભ્‍ય ગીતાબા જાડેજા રીબડા દોડી જઇ સ્‍વ.અમીત નાં પરીવાર ને સાંત્‍વના પાઠવી અમીત નાં પત્‍નિનાં આંસુ લુછી  હુંફ આપી હતી. અમીત તેના પરિવાર માટે આધારસ્‍તંભ હતો.ત્‍યારે પરીવાર માં કરુણતા સર્જાઇ હોય ગીતાબા એ અમીત નાં પુત્ર ની શિક્ષણ ની જવાબદારી સ્‍વિકારી જરુર પડ્‍યે પરીવાર ની પડખે ઉભા રહેવાની દિલસોજી પાઠવી હતી.ગીતાબા સાથે ગોંડલ થી મોટી સંખ્‍યામાં મહીલાઓ જોડાઇ હતી

(10:42 AM IST)