<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

જસદણમાં નરેન્‍દ્રભાઈ મોદીએ રોપેલ વડલો ૧૭ વર્ષનો થયો

 

(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ તા.૧૪: વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્‍યમંત્રી હતાં ત્‍યારે તે સમયના નગરપાલિકાના પ્રમુખ ભાજપના વર્ષો જુના સક્રિય આગેવાન ઉદ્યોગપતિ જેન્‍તીભાઈ પોપટભાઈ રાઠોડના આમંત્રણને માન આપી તેઓ ખાસ જસદણ આવ્‍યાં હતાં ત્‍યારબાદ તેઓ  ઇસ્‍વીસન ૨૦૦૯ માં ભાજપનાં ડો. ભરતભાઈ બોઘરા ધારાસભાની ચુંટણી પૂર્વે અને પછી જનસભા સંબોધી હતી. અને જસદણ પંથકમાં ભરતભાઈએ જસદણ વિધાનસભાની બેઠક પર ઇતિહાસ રચતાં તેમને બિરદાવવા માટે ખાસ જસદણ આવ્‍યાં હતાં ત્‍યારે હાલના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ જસદણની પ્રથમ મુલાકાત લીધી હતી ત્‍યારે એમણે ઉદ્યોગપતિ અને નગરપાલિકા ના પ્રમુખ જેન્‍તીભાઈ રાઠોડને સાથે રાખી શહેરના જીલેશ્વર પાર્કમાં વડનું રોપણ કર્યું હતું  તે વડલો ૧૭ વર્ષનો થયો છે.

(12:03 PM IST)