<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

જસદણ ભાજપ પ્રમુખ દ્વારા સ્‍વ.હેમાબેન આચાર્યને શ્રધ્‍ધાંજલી અર્પણ

 

(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ  તા.૧૪: જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડે જનસંઘના સ્‍થાપક સદસ્‍ય, ભાજપના વરિષ્ઠ આગેવાન અને રાજ્‍યના પુર્વ આરોગ્‍યમંત્રી હેમાબેન આચાર્યના નિધન અંગે શોક વ્‍યક્‍ત કરી જણાવ્‍યું ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે જવાબદારીપૂર્વક અને વફાદારી કામગીરી કરી હતીે તેઓ વર્ષો પહેલાં રાજ્‍યના આરોગ્‍ય પ્રધાન તરીકે જબરજસ્‍ત કામગીરી કરી દર્દીઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરી તે લોકોને આજીવન યાદ રહેશે પાર્ટીના લોકો પણ ખોટું કરતાં હોય તો તેમની સામે પણ અવાજ ઉઠાવ્‍યો છે

(11:08 AM IST)