News of Wednesday, 14th May 2025
રાજગોર સમાજમાં સેવા, ખુમારી, વફાદારીના દર્શનઃ પૂ. રમેશભાઇ ઓઝા

ઉપરોકત તસ્વીરમાં દિપપ્રાગટય કરતા પુ.ભાઇશ્રી સંતો મહંતો અને આગેવાનો તેમજ પુ.ભાઇશ્રીને સન્માન પત્ર અર્પણ કરતા જોષી બાપા અને પુ.ભાઇશ્રીનું સાલ ઓઢાડી સન્માન કરી રહયા છે. તેમજ પ્રાસંગિક ઉદબોધન કરતા ગીજુભાઇ ભરાડ બંકિમ મહેતા અને કાર્યક્રમનું સંચાલન કરતા નિલેશ જોષી અને છેલ્લે પુ. ભાઇશ્રી સાથે હળવી પળોમાં જૂનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)ᅠ
(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૧૪: જેતપુર હરીઓમ વળદ્ધાશ્રમ ખાતે સમસ્ત રાજગોર સમાજ દ્વારા પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો ઋણ સ્વીકાર સમારંભ યોજાયો હતો.રાજગોર સમાજના યુવાનોમાં સેવા, ખુમારી અને વફાદારી છે તેમ પૂ. ભાઈ શ્રીએ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં શરૂઆત કવિ નાનુભાઈ ભરાડે રાજગોર સમાજની ગાથા રજૂ કરી હતી. ઉપસ્થિત તમામ જ્ઞાતિ રત્નો સાધુ સંતો પૂ. મુક્તાનંદ બાપુ, પૂ. નિજ સ્વરૂપાનંદજી સ્વામી, પૂ. ગણેશ આનંદ બાપુ, બંકિમ ભાઈ મહેતા, સંજયભાઈ દવે, ગીજુભાઈ ભરાડ, ગૌતમભાઈ ઓઝા, જયેશભાઈ દવે વિગેરેનું શાબ્દિક તેમજ સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવેલ. પ્રસંગોચિત ઉદબોધન કરતા રાજગોર બ્રાહ્મ ણ જ્ઞાતિ સેવા સંઘ પ્રમુખ બંકિમભાઈ મહેતા એ જણાવેલ કે પૂ. મુક્તાનંદ બાપુની ઘરેણાથી વરસતા વરસાદ વચ્ચે પણ પૂ. જોષી બાપાના આમંત્રણ ને માન આપી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા એ રાજગોર સમાજના અને યુવાનો (ઋષિ કુમાર) ને સંસ્કળત ભાષામાં વિદ્વાન શાષાી બનાવી હજારો યુવાનોનું ઘડતર કર્યું છે જેઓ દેશ-વિદેશમાં ખ્યાતિ પામ્યા છે.
આ બંને સંતો હંમેશા રાજગોર સમાજને ઉંચા સ્થાને પહોંચાડવા પ્રયત્ન કર્યો છે કોઈપણ સમાજનો વિકાસ કરવા માટે મુશ્કેલી સહન કરવી પડે છે આજના સમયમાં ટેકનોલોજી થી નવી દિશાઓ મળે છે તેમજ સંતોના આશીર્વાદો હંમેશા મળતા રહે તેમ શિક્ષણ વિદ ગિજુભાઈ ભરવાડ એ જણાવ્યું હતું.
નિજ સ્વરૂપાનંદ સરસ્વતી સ્વામી એ આશીર્વાદ પાઠવેલ તેમજ વિદ્વાન જ્યાં જાય ત્યાં તેની પૂજા થાય છે તેવા વિદ્વાન મહાપુરુષો પૂ. રમેશભાઈ ઓઝા, પૂ. મુક્તાનંદ બાપુ ને વંદન કરું છું. ભેગા થવું એ ઉન્નતિ સમાન છે સમાજ ટૂંક સમયમાં શ્રેષ્ઠતાએ પહોંચશે એમાં કોઈ શંકાને સ્થાન નથી રાજગોર સમાજમાં સંતો અને શૂરવીરો અનેક છે.
હરિ ઓમ વળદ્ધાશ્રમ ના પૂ. જોષી બાપાએ જણાવ્યું હતું કે આ સંસ્થાની શરૂઆત ૧૧ વર્ષ પહેલા કોથળા લઈને કરેલ આજે અંકુરમાંથી વટ વળક્ષ બની છે હાલ આ સંસ્થામાં ૨૦૦ તેમજ અલિયાબાડા માં ૨૦૦ વડીલો આશરો લે છે. વિશ્વાસ ન હોય તો કદી કોઈ કાર્ય શકય બનતું નથી. પૂ. ગુરુદેવ મુક્તાનંદ બાપુ તથા પૂ . આઈશ્રી રમેશભાઈ ઓઝા ના આશીર્વાદ હર હંમેશ મળતા રહે છે. આ રસ્તા વરસાદમાં દરેકે વ્યવસ્થા જાળવી જેથી તમામનું હું સન્માન કરું છું જ્ઞાતિના એક એક વ્યક્તિ સન્માનને લાયક છે. બંને સંતો તીર્થ અને ભગવાન જ છે માટે આ બંને સંતોને સ્વીકારી તેને પૂજવા જોઈએ. પૂજ્ય ભાઈશ્રીએ વિશ્વ માટે બહુ મહત્વનું કામ કર્યું છે આપણી સંસ્કળતિને જાળવી રાખી છે.
પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા એ આ કાર્યક્રમ હંમેશા યાદ રહેશે કેમ કે તમારી આત્મિયતા હતી અને જ્યાં આત્મિયતા હોય ત્યાં અંતર ન હોય. અમદાવાદ ખાતે રાજગોર સમાજે તોહ વર્ષા કરી ચાંદીની ચારણી બનાવી અભિષેક કર્યો હતો રાજગોર બ્રહ્મ સમાજ એવી જ તોહ વર્ષા કરી રહ્યો છે. ઋણ તો બધાનું બધા ઉપર હોય છે પરંતુ જે સ્વીકારે તે જ સજજન. યજ્ઞ કરવો તે કળતજ્ઞ છે દેવતાઓનો સંબંધ અગ્નિ સાથે છે તેમ પિતળઓનો જળ સાથે તર્પણ આ એવા તાણાવાણા છે. મા બાપે આપણને જન્મ આપ્યો સમાજે આપણને મોટા કર્યા. જોષી બાપા સેવા કરે છે. મુક્તાનંદ બાપુ જે કરે છે તે વર્ણવી શકાય તેમ નથી. સૂર્યને તમારા કિરણ કેટલા છે તેમ ન પુછાય તેમ બાપુનું કાર્ય પણ પૂછી શકાય તેમ નથી. જે કંઈ પણ થાય છે તેમાં શ્રી હરિ આપણને નિયમિત બનાવે છે અને જસ્ટ આપે છે. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ મેરા આપકી કળપા સે કામ હો રહા હૈ તમારા તોહનો ભાગીદાર બન્યો કરવા વાળા ઠાકોરજી છે. આ નાટકમાં શ્રી હરિ એ આપણને ભૂમિકા આપી નારાયણ ડાયરેક્ટર છે. લોકો તાળી પાડે એવું કામ કરી જાવ અને ભૂમિકા સારામાં સારી ભજવો જેથી બ્લોક બોસ્ટર મુવી ની જેમ સફળ નાટક ને જનતા વધાવે અને ડાયરેક્ટર રાજી થાય છે. બ્રાહ્મણો એ પોતાની ભૂમિકાને ન્યાય આપવાનો છે આપણા સૌ ધર્મનું પાલન કરીએ તો જીવવાની મજા આવશે અને સંતોષ થાય. અમારા ગ્રુપ હતી બધાને નામથી જાણે છે. પૂ. જયંતિરામ બાપા ના બંને દીકરા એ શિક્ષા લીધી છે. સાંઈરામભાઈ નો દીકરો પણ સાંદિપની આશ્રમમાં શિક્ષા લે છે. રાજગોર બ્રહ્મ સમાજને સેવા વળદ્ધિ લોહીના સદગુણો છે સમાજને કેટલા સંતો અને કવિઓ મળેલ છે. નાનુભાઈ કવિની રચનાને બિરદાવી હતી. ક્રોધ આપણે કરીએ ત્યાં સુધી કોઈ વાંધો નથી પરંતુ આપણને ક્રોધ કરે તે યોગ્ય નથી. થોડીવાર ક્રોધ આવે ક્રોધ પણ કલ્યાણકારી હોઈ શકે, બ્રાહ્મ ણે તેજસ્વી અને પ્રજ્ઞાવન બનવું જોઈએ સમાજને કંઈક આપી શકે તેવી પ્રાર્થના અને ઙ્કયત્ન કરીએ આ બાળકો સાંદિપની પ્રાઇવેટ શાળા એ સરકારી શાળા ને સારા ચારિત્રવાન શિક્ષકો આપ્યા છે.
પૂ. મુક્તાનંદ બાપુએ ગિજુભાઈ ભરાડ જ્ઞાતિરત્ન છે બે વિદ્વાન પુરુષો છે જેને જવાબ આપું છું. સંતોષ સાથે કોણ જીવે જેને ભીતર થી સંતોષ થાય અસ્તિત્વના આધાર નક્કી પણ થઈ જશે ત્યારે સળષ્ટિનું પણ પ્રકળતિ સપોર્ટ કરવા તત્પર થશે. આપે આપના સમજાય પર્યા મનથી જીવવા એક આધાર જોઈએ કયાંકથી સંતોષ ઙ્કાપ્ત થવો જોઈએ થોડી ઘણી ગુરુકળપા હોય તો તેને વિચાર આવે કરવા જેવું શું તો અસ્તિત્વ ઉપર ભરોસો રાખવો. આજે યોગ્ય વ્યક્તિનું સન્માન થયું છે વ્યાસપીઠની મર્યાદા નું કયાંય પણ ઉલ્લંઘન નથી કર્યું આ આખો રાજગોર સમાજ છે જેમાં ખુમારી અને વફાદારી છે બ્રાહ્મણ કુળમાં જન્મ લેવો એ ગૌરવની વાત છે. આપણા તીર્થોનો સ્વીકાર કરવો જોઈએ. ભાગવત રામાયણ ની ગંગા વહેતી રહેશે ત્યાં સુધી કોઈ વિધર્મીઓની આપણને આંચ નહીં આવે. મન એ કલ્પવળક્ષ છે તમે ધારો તેવા કાર્ય કરી શકશો પણ સારા વિચારોની લ્હાણી લેજો.
કાર્યક્રમના અંતમાં આભાર વિધિ નિલેશભાઈ જોષી એ કરી હતી. કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ બોરીસાગર, સંજયભાઈ દવે, ભરતભાઈ જોશી એ કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભેના પ્રારંભે કવિ નાનુભાઇ ભરાડે રાજગોર સમાજની ગાથા રજુ કરેલ ત્યારબાદ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ ના પ્રમુખ બંકિમભાઇ મહેતા સહિત જ્ઞાતિજનોનું શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સાલઓઢાડી સન્માન કરવામાં આવેલ ભરતભાઇ જોષી એ જણાવેલ કે હવે પ્રમુખ બંકિમભાઇ મહેતા પોતાનું વકતવય આપે તેઓ જણાવેલ કે પુ.મુકતાનંદબાપુની પ્રેરણાથી વરસતા વરસાદ વચ્ચે પણ પુ.જોષી બાપાના નિમંત્રણને માન આપી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા તેમનો આભાર પુ. ભાઇશ્રી એ રાજગોર પુ. જેન્તિરામબાપા એ જણાવ્યું હતું કે આપણે આધી દેવા આધી ભોૈતિક આધ્યાત્મિક ત્રણેય પ્રકારે સુખી થવું છે તો આપણે આ બે સંતો બસ છે આઋષિઓથી મહાન છે એવા પારસમણી કલ્પવૃક્ષ છે તેવા પુ. ભાઇ શ્રી તથા પૂ.બાપુ છે.
પુ. મુકતાનંદ બાપુ એ જણાવ્યુ હતું કે ભરાડ સાહેબ જ્ઞાતિરભ છે બે વિધ્વાન પુરૂષો છે જેને જવાબ આપુ છું સંતોષ સાથે કોણ જીવ જેને ભીલર થી સંતોષ થાય અસ્તિત્વનો આધાર નક્કી પણ થઇ જશે ત્યારે સૃષ્ટિનો કણ કણ પ્રકૃતિ સર્પોટ કરવા તત્પર થશે સાચો વ્યવહાર સંતોષકાર વ્યકિત થાય સાથે આપમા સમજાય ભર્યા મનથી જીવવા એક આધર જોઇએ કાર્યક્રમમાં સાધુ સંતોમાં પુ.મુકતાનંદ બાપુ પૂ. જેન્તિરામ બાપા પુ. નિજસ્વરૂપાનંદજી પુ. ગણેશાનંદબાપુ તેમજ રાજગોર બ્રાહમણ જ્ઞાતિ સેવા સધન પ્રમુખ બંકિમભાઇ મહેતા મહામંત્રી સંજય દવે શિક્ષણવિદ ગીનીભાઇ ભરાડ ગોૈતમભાઇ ઓઝા પત્રકાર જયેશ દવે તેમજ ગામે ગામથી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન જીતુભાઇ બોરીસાગર સંજયભાઇ દવે અને ભરતભાઇ જોષી એ કર્યુ હતું. અને આભારવીધી નિલેશભાઇ જોષીએ કરી હતી. અને ભોજન અને રસોડા વિભાગની જવાબદારી રાજગોર યુવક મંડળ જૂનાગઢના પ્રમુખ કમલેશભાઇ ભરાડ અને તેની સમગ્ર ટીમે સંભાળી હતી. (સહયોગઃ વિનુ જોષી)
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
