News of Wednesday, 14th May 2025
અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રીપલ અકસ્માતમા ૩ વ્યક્તિઓના મોત
સ્વિફ્ટ- એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માતમા સ્વિફ્ટમાં સવાર ત્રણેય વ્યક્તિના ઘટનાસ્થળે મોત થયા

અમરેલી તા.૧૪ :અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રીપલ અકસ્માતની ઘટનામા ૩ વ્યક્તિઓના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.
અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર રાજુલાના હિંડોરણા રોડ ઉપર મીરા દાતર પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં સ્વિફ્ટ- એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે. આ ત્રિપલ અકસ્માતમાં સ્વિફ્ટમાં સવાર ત્રણેય વ્યક્તિના ઘટનાસ્થળે મોત થયાનું સામે આવ્યું છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
