<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

શેરમાં ફટાફટ કમાણીની લાલચમાં ફ્રોડ એપ્‍લિકેશન ડાઉનલોડ કરી ૪૦ લાખ ગુમાવ્‍યા

ઓનલાઈન સર્ચ બાદ મહિલાનો ફોન આવ્‍યો સાચી કંપનીઓ સિટાડેલ અને એન્‍જલ વનની બોગસ એપ ડાઉનલોડ કરાવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪: શેર બજારમાં સ્‍થાનિક ઓથોરાઇઝ એજન્‍ટને બદલે ઓનલાઇન ફટાફટ કમાણી માટેની લાલચ કચ્‍છના ગાંધીધામના સંદીપ સંજય મુખરજી અને સંદીપ યાદવએ બંનેને ભારે પડી હતી.

ઓગસ્‍ટ ૨૦૨૪ માં સંદીપ મુખરજીએ ઓનલાઇન શેર ટ્રેડિંગ માટે ગૂગલ ઉપર સર્ચ કર્યા બાદ રાશિ ગુપ્તા નામની મહિલાએ સિટાડેલ કંપનીમાં પોતે કામ કરે છે એવું જણાવી સાચી કંપનીના નામે ફ્રોડ એપ્‍લિકેશન ડાઉનલોડ કરાવી હતી. થોડું ટ્રેડિંગ કર્યા બાદ રૂપિયા ૨૫ હજાર મળ્‍યા એટલે ફરિયાદીએ ૨૨ લાખ ૨૯ હજાર રોકયા હતા. તેની સામે રોકાણનું વળતર ૪ કરોડ ૫૬ લાખ બતાવતું હતું. ઓનલાઇન નફો બેંકમાં જમા મેળવવા માટે રૂપિયા કઢાવવાની પ્રોસીજર કરતા ૧૧ લાખ મેનેજમેન્‍ટ ફી ભરવા જણાવાયું હતું. એટલે ફરિયાદીને શંકા ગઈ અને પોલીસ ફરિયાદ કરી. આ જ ફરિયાદી સંદીપ મુખરજી ફરી ઓનલાઇન સર્ચમાં મિનિ નાયર નામની મહિલાના ભરોસે ફસાયા. તેમણે પોતાના સાથે કામ કરતા સંજય યાદવ સાથે મળી મિનિનાયરની વાતો પ્રમાણે એન્‍જલ વન એપ ડાઉનલોડ કરાવી સાચા લાગે તેવા લોગો દેખાડી એકાઉન્‍ટ શરૂ કરાવ્‍યુ હતું. તેમાં બંને એ ૮ લાખ ૧૬ હજાર અને ૯ લાખ ૮૧ હજાર કુલ ૧૮ લાખ જેટલા રૂપિયા રોકયા હતા. તે રકમ પાછી માંગતા મળી નહોતી. આમ ઓન શેર લાઈન ટ્રેડિંગમાં છેતરાયા હતા

(4:47 PM IST)