<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

જામનગર મહાનગરપાલિકામાં પીએમ પોષણ યોજના હેઠળ કુક કમ હેલ્પરની ભરતી

ધોરણ-૭ પાસ ઉમેદવારો માટે તક : ૧૯મી મેથી ૨૩મી મે સુધીમાં અરજી ફોર્મ મળશે

જામનગર: જામનગર મહાનગરપાલિકા સંચાલિત પીએમ પોષણ યોજના અંતર્ગત શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ગ્રાન્ટેડ શાળાઓમાં મધ્યાહન ભોજન પીરસવા માટે કુક કમ હેલ્પર (મદદનીશ)ની હંગામી ધોરણે ભરતી કરવામાં આવનાર છે. નીચે દર્શાવેલ વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
ખાલી જગ્યાઓની વિગત:
 * શાળા નં.-૨૯, પોલીસ હેડ ક્વાર્ટર વિસ્તાર - ૨ જગ્યા
 * શાળા નં.-૫૫, ધરારનગર વિસ્તાર - ૨ જગ્યા
 * શાળા નં.-૩૩, વામ્બે આવાસ - ૧ જગ્યા
 * શાળા નં.-૪૧, મહાલક્ષ્મી ચોક વિસ્તાર - ૧ જગ્યા
 * શાળા નં.-૬૦, કૃષ્ણનગર વિસ્તાર - ૨ જગ્યા
 * શાળા નં.-૪૦, અરૂણ ઉદ્યોગ વિસ્તાર - ૧ જગ્યા
 * ગોકુલનગર વિસ્તાર (સવારની શિફ્ટ) - અંદાજિત ૫ જગ્યા (નવી શાળા)
 * ગોકુલનગર વિસ્તાર (બપોરની શિફ્ટ) - અંદાજિત ૫ જગ્યા (નવી શાળા)
આ જગ્યાઓ પર તદ્દન હંગામી ધોરણે નિમણૂક કરવામાં આવશે. નિયમો અનુસાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિધવા અને ત્યક્તા મહિલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. કુક કમ હેલ્પર માટે શૈક્ષણિક લાયકાત ધોરણ-૭ પાસ હોવી જરૂરી છે. સરકાર દ્વારા નિયત થયેલ માસિક માનદવેતન રૂ. ૩૭૫૦ ચૂકવવામાં આવશે. અરજી કરનાર ઉમેદવારની લઘુત્તમ વયમર્યાદા ૨૦ વર્ષથી વધુ હોવી જોઈએ.
રસ ધરાવતા ઉમેદવારો અરજી ફોર્મ મામલતદાર કચેરી, પીએમ પોષણ યોજના (મ.ભો.યો.), મહાનગરપાલિકા ફાયરશાખા, બીજો માળ, જામનગરની કચેરીમાંથી તારીખ ૧૯/૦૫/૨૦૨૫ થી તારીખ ૨૩/૦૫/૨૦૨૫ સુધીમાં સવારે ૧૧:૦૦ કલાકથી સાંજે ૫:૦૦ કલાક દરમિયાન મેળવી શકશે. સંપૂર્ણ ભરેલ અરજી ફોર્મ જરૂરી ડોકટરી પ્રમાણપત્ર અને ઉંમરના પુરાવા સાથે તારીખ ૨૬/૦૫/૨૦૨૫ સુધીમાં રૂબરૂમાં જમા કરાવવાનું રહેશે. અધૂરી વિગતોવાળા અરજી ફોર્મ રદ થવાને પાત્ર રહેશે. અરજી કરનાર ઉમેદવાર પાસે બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. નિમણૂક અંગેનો અંતિમ નિર્ણય મામલતદારશ્રી, મધ્યાહન ભોજન યોજના, મહાનગરપાલિકા, જામનગરનો રહેશે.

 

(6:36 PM IST)