તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, સોમવાર
News of Wednesday, 14th May 2025
કચ્છની ધરતી ફરી વખત ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી : સાંજે 6.55 કલાકે ભચાઉ આસપાસ ભૂકંપનો આંચકો
3.4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો : ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ થી 12 કિમી ઉતર, ઉતર પૂર્વ દિશીમાં નોંધાયું

કચ્છની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. આજે સાંજે 6.55 કલાકે આવેલા ભૂકંપના આંચકાથી કચ્છના ભચાઉ અને તેની આજૂબાજૂની જમીન કાંપી ઉઠી હતી. ભૂકંપનો આંચકો ભચાઉ નજીક નોંધાયો હતો. સાંજના6.55 કલાકના સુમારે 3.4 ની તીવ્રતાનો આંચકો રિકટર સ્કેલ પર નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ થી 12 કિમી ઉતર, ઉતર પૂર્વ દિશીમાં નોંધાયું હતું.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
