News of Thursday, 15th May 2025
આજ થી કચ્છ બ્રાન્ચ કેનાલમાં નર્મદાના નીર વહેતા થશે
ધીરે ધીરે કેનાલ ભરાતા ૪ થી ૫ દિવસમાં પાણીની સ્થિતિ સમાન્ય થઈ જશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૫ : કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કચ્છ મુખ્ય બ્રાન્ચ કેનાલ કે જે છેલ્લા દોઢ મહિનાથી વધુ સમય થી રિપેરિંગ માટે બંધ રહી હતી ત્યારે આ કામ બનાસકાંઠા અને કચ્છ ના રાપર તાલુકાના રણ વિસ્તાર તથા અન્ય જગ્યાએ રિપેરિંગ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે અગાઉ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લામાં પસાર થઈ રહેલી નર્મદા ની મુખ્ય કેનાલમાં આજથી પાણી છોડવામાં આવશે એટલે કચ્છ ની મુખ્ય કેનાલમાં સલીમગઢ થી સવારના દશ અગિયાર વાગ્યે નર્મદા ના નીર વહેતા થશે આજે પાણી વહેતું થતાં કચ્છ ની મુખ્ય કેનાલમાં ત્રણ ચાર દિવસ બાદ પાણી આવી જાય છે અને સંપૂર્ણ રીતે નર્મદા ના નીર એક સપ્તાહ મા વહેવા લાગી જાય છે રાપર શહેર મા પીવાના પાણીની વ્યવસ્થા એકમાત્ર નર્મદા કેનાલ આધારિત છે ત્યારે મામલતદાર એચ.બી.વાઘેલા ચીફ ઓફિસર રવાજી જાડેજા રાપર નગરપાલિકા ના પ્રમુખ ચાંદભાઇ ભીંડે ની સુઝબુઝ ના લીધે આ વખતે પીવાના પાણીની સમસ્યા વિકટ બની નથી દર બીજા દિવસે રાપર શહેર મા પાણી વ્યવસ્થા વિતરણ કરવામાં આવી રહી છે ત્યારે પીવાના પાણી અને ખેડૂતો માટે જીવાદોરી સમાન નર્મદા ના નીર આજ થી કેનાલમાં વહેતા થતાં લોકો મા આનંદ ની લાગણીઓ ફેલાઈ છે આ અંગે નર્મદા નિગમ ના નિવૃત્ત કર્મચારી છગનભાઇ પરાવડા એ માહિતી આપી હતી. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
