<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

અંજાર, ગાંધીધામ-મોરબીના ત્રણ ચોરીમાં સામેલ કચ્‍છનો બે વર્ષથી સજાનો ફરાર આરોપી રૂપેણ બંદરેથી ઝડપાઇ ગયો

 

ભૂજ તા.૧૫: અંજાર પોલીસ સ્‍ટેશન તથા ગાંધીધામ એ ડીવીઝન તથા ગાંધીધામ બી ડીવિઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં થયેલ અલગ-અલગ ત્રણ ઘરફોડ ચોરીઓ ના ગુના કામે તથા મો૨બી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં કરેલ મોટર સાઇકલ ચોરીના ગુના કામે છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા તેમજ વર્ષ ૨૦૧૫ ની અંદર જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં દાખલ થયેલ ખુનની કોશીષના ગુનામાં જામનગર સેસન્‍સ કોર્ટ દ્વારા રાજા હુકમ પણ કરેલ હોય જે આરોપી બાબતે હ્યુમન સોર્સથી મળેલ બાતમી હકીકત મુજબ રૂપેણ બંદર પાસે આવેલ મચ્‍છવારા કોલોની દ્વારકા ખાતે હોવાની હકીકત આધારે પોલીસ ટીમને દ્વારકા ખાતે મોકલી આરોપીની તપાસ કરતા

સાલેમામદ ઉર્ફે કચ્‍છી ઈશા દાઉદ છરેચા ઉ.વ.૩૨ રહે-ખારીરોહર,તા-ગાંધીધામ પકડાયેલ હતો.

ઉપરોક્‍ત કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેકટર એસ.વી.ગોજીયા તથા પો.સબ ઇન્‍સ. એલ.એન.વાઢીયા સર્વેલન્‍સ સ્‍ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.

(10:49 AM IST)