News of Thursday, 15th May 2025
મોરબીમાં ઓનલાઈન ગેમિંગથી પરિવારો બરબાદ થાય છે, એપ્લીકેશન પર પ્રતિબંધ લગાવવા માંગ
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૫: યુવાનોની ઓનલાઈન ગેમિંગની કુટેવથી પરિવારો બરબાદ થતા હોય છે જેથી ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ લગાવવાની માંગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
જેમાં જણાવ્યું છે કે ગુજરાત સહીત દેશભરમાં યુવાનો ઓનલાઈન ગેમિંગનો ચક્સો લાગી રહ્યો છે ઓનલાઈન ગેમિંગથી પૈસા બનાવવાની લાલસામાં યુવાનો પરિવારને બરબાદી તરફ લઇ જઈ રહ્યા છે ઓનલાઈન ગેમિંગને કારણે અનેક યુવાનો આત્મહત્યા કરે છે ત્યારે પરિવારનું શું ? કોઈપણ વ્યક્તિ તીનપત્તી કે અન્ય જુગાર રમતો હોય તો મુદામાલ જપ્ત કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરાય છે ત્યારે આ ઓનલાઈન ગેમિંગ એપ્લીકેશન ખુલ્લેઆમ જુગાર રમાઈ રહ્યો છે તેના વિરુદ્ધ કાર્યવાહી કેમ નહિ ? તેવા સવાલો ઉઠાવી ઓનલાઈન ગેમિંગ એપ્લીકેશન પર પ્રતિબંધ લગાવવા માંગ કરી છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
