News of Thursday, 15th May 2025
વિંછીયાના ગુંદાળા અને કોટડાસાંગાણીના રામોદ ગામે જુગારના દરોડા : ૧ર પકડાયા
ગુંદાળા ગામે : ૭ શખ્સો પૈકી એક શખ્સ ભાગી ગયો

રાજકોટ, તા. ૧પ : વિંછીયાના ગુંદાળા અને કોટડાસાંગાણીના રામોદ ગામે જુગાર રમતા ૧ર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા એક શખ્સ નાસી છુટયો હતો.
પ્રથમ દરોડોમાં વિંછીયા પોલીસે ગુંદા ગામની સીમમાં પ્રવિણ ઉર્ફે ધોધો જોગરાજીયાની વાડીએ ખુલ્લા ફળયામાં રેઇડ કરી જુગાર રમતા (૧) વિપુલ દાનાભાઇ બેરાણી, ધંધો -ખેતી રે.મ ોટા માત્રા તા. વિંછીયા, (ર) દાના મનજીભાઇ જમોડ ધંધો ખેતી રે. રેવાણીયા, તા. વિંછીયા, (૩) નાગરાજ ગભરૂભાઇ ખાચર, ૭ ધંધો-ખેતી રે. હડમતીયા, તા. વિંછીયા, (૪) પરેશ ચોથાભાઇ બેરાણી, ધંધો-ખેતી રે. મોટા માત્રા (પ) ચના લઘુભાઇ શેખ, ધંધો-ખેતી રે. મોટા માત્રા તથા (૬) લાખા દાનાભાઇ વાલાણી, ધંધો-ખેતી રે.મોટી લાખાવાડ, તા. વિંછીયાને રોકડા રૂા. રપ,૧પ૦ એન. ગંજી પત્તા સાથે ઝડપી લીધા હતા જયારે પ્રવિણ ઉર્ફે ઘોઘો ભંગરાજીયા, રે. ગુંદાળા નાસી છુટયો હતો.
બીજા દરોડામાં કોટડાસાંગાણી પોલીસે રામોદ ગામે દિને વિઠ્ઠલભાઇ શેખડાની વાડી પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) મુકેશભાઇ શંભુાઇ વધાસીયા, ધંધો ખેતી, (ર) દિલીપ બટુકભાઇ સોજીત્રા, ધંધો-ખેતી, (૩) રમેશ ખીમજીભાઇ વઘાસીયા, ધંધો -ખેતી, (૪) વિનોદ દેવશીભાઇ શેખડા, ધંધો-ખેતી, (પ) વલ્લભભાઇ બાબુભાઇ રૈયાણી, ધંધો-તેની તથા (૬) પરેશ દામજીભાઇ વોરા રે. તમામ રામોદને રોકડ રૂા. ર૧,૧૧૦ અને ગંજી પત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
