<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

પડધરી લોહાણા મહાજન દ્વારા નવનિર્મિત શ્રી દરીયાલાલદેવ મંદીરે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

આજથી ત્રિદિવસીય મહોત્‍સવમાં ભાવિકો ઉમટશે : રાજકોટના વિદ્વાન શાષાી કૌશીકભાઇ અનંતરાય ત્રિવેદી વિધિવિધાન કરાવશે

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા., ૧પઃ શ્રી પડધરી લોહાણા મહાજન દ્વારા નવ નિર્મિત શ્રી દરીયાલાલ દેવ મંદીરમાં શ્રીરામચંદ્ર પરિવાર, શ્રી જલારામ બાપા, શ્રી દરીયાલાલ દેવ, શ્રી રાધાકૃષ્‍ણ, પ.પૂ.શ્રી સદગુરૂદેવ ૧૦૦૮ શ્રી રણછોડદાસજી મહારાજ, શ્રી ગણેશજી ભગવાન, શ્રી હનુમાનજી મહારાજના દિવ્‍ય સ્‍વરૂપોની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનોઆજે તા.૧પ ને ગુરૂવારથી પ્રારંભ થયો છે. જેમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

પડધરી લોહાણા મહાજન દ્વારાનવનિર્માણ થયેલ. મંદીરની પ્રાણ પ્રતિષ્‍ઠા રાજકોટના વિદ્વાન શાષાી શ્રી કૌશીકભાઇ અનંતરાય ત્રિવેદી દ્વારા કરવામાં આવશે.

જે અંતર્ગત આજે પ્રથમ દિવસે સવારના ૮.૦૦ થી  સાંજના ૬.૦૦ વાગ્‍યા સુધીમાં ચતુર્વેદ શાંતિશુકત, ગણપત્‍યાદી પુજન, યજ્ઞ મંડપમાં સ્‍થાપના વિધી, શોભાયાત્રા, જલયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા છે.

જયારે તા. ૧૬ને શુક્રવારે બીજા દિવસે સવારે ૮.૩૦ થી બપોરના ૧.૦૦ તથા બપોરે ૩.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્‍યા સુધી ર સત્રમાં સુર્યાધ,સ્‍થાપીત દેવતાઓનું પુજન, જલાધિવાસ, પ્રધાન હોમ, શાંતિપૃષ્‍ટિ હોમ, પ્રસાદ પ્રતિષ્‍ઠા દેવશયન વિધિ સહિતના કાર્યક્રમો યોજાશે.

તા.૧૭ ને શનિવારે વિરામના દિવસે સવારે ૮.૦૦ થી બપોરના ૧.૦૦ વાગ્‍યા સુધી શ્રી રામચંદ્ર પરિવાર તેમજ અન્‍ય દેવતાઓના સ્‍વરૂપોની પ્રબોધન વિધી, પૂજન અર્ચન, શ્રી પ્રતિષ્‍ઠા યજ્ઞ વિરામ, સ્‍નાનવિધિ, આચાર્યાદી બ્રાહ્મણોનો સત્‍કાર સમારંભ પ્રવચન સહિતના કાર્યક્રમો રાખેલ છે.

તા.૧પ અને તા.૧૬નાં બપોરે ૧ર.૩૦  વાગ્‍યે યજમાન તથા મહેમાનો માટે ફરાળ તથા સાંજે ૭.૩૦ વાગ્‍યે સમુહભોજન તેમજ તા.૧૭ને શનિવારે બપોરે પ્રાણ પ્રતિષ્‍ઠા પુર્ણ થયા બાદ મહાપ્રસાદ યોજાશે.

પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવને સફળ બનાવવા શ્રી પડધરી લોહાણા મહાજનના પ્રમુખ પ્રફુલચંદ્ર કે.કોટક (મો.૯૪ર૬૮ ૪૯૭૬૮) ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઇ ડી.પુજારા (મો. ૯રર૮ર ર૬૬૩૧) કેતનભાઇ ડી.કારીયા (મો.૯૬૦૧૮ ૯૬૦૧ર) મહામંત્રી હેમંતભાઇ એસ.કટારીયા (મો. ૯૩ર૮૮ ૬ર૬૧૧) ઉપમહામંત્રી કેતનભાઇ એસ.કોટક (મો. ૯૪ર૬૯ પ૪૧૭૭) સહિતના જહેમત ઉઠાવે છે.

શ્રી દરીયાલાલ દેવનું મંદીર આશરે ૧૦૦ વર્ષ જુનુ અખંડ જયોતથી ચાલતુ હતુ તે મંદીરનું નવનિર્માણ કરી તેના ત્રણ શીખરવાળુ મંદીરનું નિર્માણ કરવામાં આવેલ. તેમાં શ્રી રામચંદ્રજી પરીવાર, શ્રી જલારામ બાપા, શ્રી દરીયાલા દેવ, શ્રી રાધાકૃષ્‍ણ, શ્રી સદગુરૂ રણછોડદાસજી મહારાજ, શ્રી ગણેશજી, શ્રી હનુમાનદાદના દિવ્‍ય સ્‍વરૂપની ત્રણ દિવસની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ તા. ૧પ-૧૬-૧૭ યોજાયો છે.શ્રી પડધરી લોહાણા મહાજન તરફથી દરેક ભકતજનોને આ ધાર્મિક આયોજનમાં જોડાવવા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

(11:26 AM IST)