<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

મેંદરડામાં પૂ.મુક્‍તાનંદજીબાપુના ૬૭માં પ્રાગટય પ્રસંગે મુંડિયા સ્‍વામી સંન્‍યાસ આશ્રમે રક્‍તદાન કેમ્‍પ યોજાયો

સમસ્‍ત બ્રહ્મસમાજ અને વિવિધ ધાર્મિક સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્‍થાના સહયોગથી આયોજન કરાયું: મહંત શ્રી સુખરામદાસબાપુ સહિતનાની ઉપસ્‍થિતિ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૫: મેંદરડા મુંડિયા સ્‍વામી સંન્‍યાસ આશ્રમ ખાતે પરમ પૂજ્‍ય સંત શિરોમણી અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ શ્રી મુક્‍તાનંદજી બાપુના આગામી તા.૧૭/૫ ના રોજ પ્રાગટય પ્રસંગે મેંદરડા તાલુકા સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ બ્‍લડ કેમ્‍પ જી.એમ.ઈ.આર એસ મેડિકલ કોલેજ જુનાગઢ સિવિલ હોસ્‍પિટલ જુનાગઢ, ડેડકીયાળી પી.એચ.સી સેન્‍ટર તેમજ જય અંબે મલ્‍ટી સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ ચાંપરડાના સંયુક્‍ત ઉપક્રમે મુંડીયા સ્‍વામી સન્‍યાસ આશ્રમ ખાતે બ્‍લડ કેમ્‍પ યોજવામાં આવેલ હતો.

બાપુના પ્રાગટય દિન અને ખાસ કરીને આ કેમ્‍પ તાજેતરમાં ભારત પાકિસ્‍તાન વચ્‍ચે ઘર્ષણને ધ્‍યાને લઈ સમગ્ર દેશમાં વર્તમાન સ્‍થિતિમાં જો બ્‍લડની જરૂરિયાત ઉભી થાય તો તેને પહોંચી વળવા અને સરહદ પર રક્ષા કરતા આપણા ભારતીય સૈનિકો તેમજ આર્મી હોસ્‍પિટલોમાં બ્‍લડની જરૂરિયાતને પહોંચી વળવા બ્‍લડ ડોનેશન કેમ્‍પ દ્વારા આશરે ૩૭ યુનિટ રક્‍ત એકત્રિત કરવામાં આવેલ.

આ કેમ્‍પમાં મેંદરડા તાલુકા સમસ્‍ત બ્રહ્મ સમાજ અને શહેરની વિવિધ સેવાકીય ધાર્મિક પ્રવળત્તિઓ કરતી સામાજિક સંસ્‍થાઓ જોડાયેલ હતી તેમજ દરેક સમાજના લોકો જોડાયા હતા.

કેમ્‍પમાં મહંત શ્રી સુખરામદાસ બાપુ, જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુમર,સરપંચ જે.ડી ખાવડુ, બ્રહ્મ સમાજ અગ્રણી ભીખાભાઈ જોશી, પત્રકાર કમલેશભાઈ મહેતા, આશિષભાઈ જોશી, કાઠી ક્ષત્રિય સમાજના ધર્મેશભાઈ વાળા, સમસ્‍ત સાધુ સમાજ અગ્રણી મહેશ બાપુ અપારનાથી, કરણ બાપુ દાણી ધારીયા, દેવાંગ ભાઈ તેરૈયા, અજય ભાઈ ભટ્ટ, અશ્વિન ભાઈ મહેતા, રજનીસ ભાઈ સોલંકી, શાષાી દિનેશભાઈ માઢક, મહેશભાઈ મહેતા, ગૌરવ જોશી વગેરે આગેવાનો સહિતના બહોળી સંખ્‍યામાં જોડાયા હતા.

જ્‍યારે  મેડિકલ સ્‍ટાફના મુકેશભાઈ ધાંધિયા, મોહિતભાઈ કોટડીયા, મેડિકલ ઓફિસર પરમાર ભાઈ, રોહિતભાઈ રવૈયા, બદાણી ભાઈ સહિતના સ્‍ટાફ દ્વારા જેહેમત ઉઠાવી બ્‍લડ કેમ સફળ બનાવવામાં આવેલ હતો. તેમ કમલેશભાઈ મહેતા(મેંદરડા)ની યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)

(11:38 AM IST)