તા. ૧૩ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૨ બુધવાર
ધ્રાંગધ્રા નાણાં ધીરધારના કેસનો ફરાર આરોપી પાંચ વર્ષે પકડાયો

વઢવાણ, તા.૧૫: ધ્રાંગધ્રાના ગ્રીનચોક પાસે આવેલ વાણીયા શેરીમાં રહેતા કર્મેશભાઈ ભરતભાઈ શાહ કાલા કપાસના વેપારી છે. આર્થીક સંકડામણને લીધે તેઓએ વ્યાજ વટાવનું કામ કરતા શખ્સો પાસેથી વ્યાજે નાણા લીધા હતા. આ શખ્સો અવારનવાર દુકાને તથા ઘરે જઈને માર મારવાની ધમકીઓ આપતા હતા. તથા મિલકતો પડાવી લેવાની પેરવી કરતા હતા. આથી તા. ૧૬-૧૨-૨૦૨૦ના રોજ કર્મેશભાઈએ ઝેરી દવા પી લીધી હતી. જેમાં તેઓને સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ સારવાર માટે લઈ જવાયા હતા. આ અંગે મોહીન સેવંતીલાલ શાહ સહિત ૧૦ આરોપીઓ સામે તા. ૧૮-૧૨-૨૦ના રોજ નાણા ધીરધારની કલમો સાથે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ નોંધાઈ ત્યારથી આરોપી મોહીન ફરાર હતો.
આ દરમીયાન પેરોલ ફર્લો સ્કવોડના ઈન્ચાર્જ પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલા સ્ટાફના અજયસીંહ ઝાલા, દશરથભાઈ, સંજયભાઈ સહિતનાઓને મોહીન શાહ ધ્રાંગધ્રામાં હોવાની બાતમી મળી હતી. આથી નવયુગ સીનેમા રોડ પર રહેતા મોહીન સેવંતીલાલ શાહને પોલીસે ઝડપી લીધો હતો. અને તેને ધ્રાંગધ્રા સીટી પોલીસના હવાલે કરાયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
