<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

સુત્રાપાડાનો શખ્‍સ ૮૬ હજારના દારૂ સાથે ઝબ્‍બે

વેરાવળ, તા.૧૫: કોડીનાર તરફથી એક ઇસમ મારૂતી કંપનીની અલ્‍ટો ફોરવ્‍હીલ ગાડીમા વિદેશી દારૂ લઇને આવે છે

તેથી સુત્રાપાડા કોડીનાર રોડ વડોદરા ઝાલા ગામ જતા સિમેન્‍ટ રોડ પાસે વોચ દરમ્‍યાન બાતમીથી હકિકતવાળી જગ્‍યાએ ગાડી આવતા રોકાવી ચેક કરતા કાચની બોટલો નંગ- ૧૧૮ ના કિ.રૂ.૭૬,૭૦૦/ તથા (૨) ટીન બીયર ૫૦૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૭ ના કિ.રૂ.૯,૪૦૦/- તથા સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મારૂતી કંપનીની અલ્‍ટો ફોરવ્‍હીલ જીજે-૦૧-એચવન-૨૮૬૬ છે જેની કિ.રૂ. ૧,૦૦,૦૦૦/-તથા એક એન્‍ડ્રોઇડ ફોન મળી કુલ મુદામાલ કિ.રૂ.૧,૯૬,૧૦૦/- નો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરી સુત્રાપાડા પો.સ્‍ટે પ્રોહિ કલમ ૬૫-ઇ,૯૮(૨),૯૯ મુજબનો ગુન્‍હો. આરોપી જયેશ ઉર્ફ મેઘાણી મહેન્‍દ્રભાઈ બારડ ઉ.વ.૩૨ ધંધો ખેતી રહે.સુત્રાપાડા હવેલી શેરી સામે દાખલ કરેલ છે.

આ કામગીરી સુત્રાપાડા પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સપેક્‍ટર એન.બી.ચૌહાણ, HC જગદીશભાઇ હમીરભાઇ ગોહીલ HC ભાવેશભાઇ ગોવીંદભાઇ મોરી, PC રોહીતભાઇ જગમાલભાઇ ઝાલા, PC હરેશભાઇ પંજાભાઇ વાઝા PC અંકુલકુમાર કેશુભાઇ વાળાનાઓ દ્વારા કરવામા આવેલ છે

(11:55 AM IST)