<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

પોરબંદરઃ પાકિસ્‍તાન જેલમાંથી ભારતીય માછીમારો ભારત સરકારની બેદરકારીથી છુટી શકતા નથી

આંતરાષ્‍ટ્રીય જળ સીમાએથી જે તે સમયે પાકિસ્‍તાન મરીન સીકયુરીટીદ્વારા અપહરણ કરાયેલા ભારતીય માછીમારી માંથી કેટલાક માછીમારોની સજા પૂર્ણ થઇ ગયેલ પરંતુ ભારત સરકાર આવા માછીમારોની ઓળખના પુરાવા મોકલવામાં મોડું કરી રહી છે.

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૫: જખોૈ પાસે આંતરરાષ્‍ટ્રીય જળ સીમાએ જે તે સમયે પાકિસ્‍તાન મરીન સીકયુરીટીઝ દ્વારા ભારતીય માછીમારોના બોટ સાથે અપહરણ કરાયેલ અને આ ભારતીય માછીમારોમાંથી કેટલાક માછીમારોની સજા પૂર્ણ થઇ ગઇ છે અને તેઓ કરાંચી જેલમાં છે.

પાકિસ્‍તાનની જેલમાં રહેતા ભારતીય માછીમારોમાં મોટા ભાગના માછીમારો પોરબંદરની ફિશીંગ બોટમા઼ માછીમારી કરવા ગયા હોય તેવા છે અન ભારતીય માછીમારો માંથી કેટલાક માછીમારોની સજા પૂર્ણ થઇ ગઇ છે પરંતુ આ સજા પૂર્ણ કરેલ ભારતીય માછીમારોની ઓળખ ને માન્‍યતા આપતા પુરાવા ભારત સરકાર પાકિસ્‍તાનમાં મોકલવામાં મોડું કરી રહેલ હોય સજા પૂરી થઇ ગયેલ માછીમારો પાકિસ્‍તાનની જેલમાંથી મુકત થઇ શકતા નથી.

પાકિસ્‍તાનની જેલમાં સબડતા ભારતીય માછીમારોને તેના વતનની તેમજ પરિવારોની યાદ સતાવે છે. પાકિસ્‍તાન જેલમાં રહેતા ભારતીય માછીમારોની પરિવારજનો આર્થિક સંકટમાં મુકાય ગયેલ છે. ભારત સરકારની ઢીલી નીતિને લીધે  જે માછીમારોની સજા પૂણ થયેલ છતા આવા માછીમારો  વતન આવી શકતા નથી અને પાકિસ્‍તાન જેલમાં હાડમારી ભોગવી રહયા છે.

(12:13 PM IST)