હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

મોરબી તા ૧૫:મોરબીમાં દર વર્ષની માફક આ વર્ષે પણ શાળાના પરિણામો જાહેર થયા બાદ વિવિધ દાખલાઓ કઢાવવા માટે સિટી મામલતદાર કચેરીએ અરજદારો હેરાન થઈ ગયા છે. વિદ્યાર્થીઓએ મહેનત કરી પરીક્ષામાં પાસ થયા છે હવે એક દાખલો કઢાવવા પણ પરીક્ષાથી વધુ મહેનત ક૨વી પડે તેવો ઘાટ સર્જાયો છે.
મોરબી સિટી મામલતદાર કચેરીમાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો આવક, નોન ક્રિમિલિયર, જાતિ અને EWSના દાખલા માટે ઉમટી પડે છે. જો કે એક જ સીસ્ટમ ઉપલબ્ધ હોય લોકોને ત્રણ-ત્રણ ધક્કા ખાવા પડે છે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. અહીં દાખલા માટે લોકોની લાંબી કતારો દ૨૨ોજ જોવા મળે છે. બપોરે ૨ વાગ્યા સુધી દાખલાની કામગીરી ચાલે છે. ત્યા સુધીમાં અંદાજે ૧૫૦ જેટલા લોકોના દાખલા નીકળે છે. બાકીના લોકોને પરત જવું પડે છે અને ફરી બીજા દિવસે કતારમાં લાગવુ પડે છે.
તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થાના અભાવે દાખલા માટે હાલ અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માટે વહેલી તકે બેથી ત્રણ સીસ્ટમ મૂકી અરજદારોને કલાકો સુધી કાળઝાળ ગરમીમાં હેરાન ન થવું પડે તેવી વ્યવસ્થા સિટી મામલતદાર તંત્ર દ્વારા ગોઠવવામાં આવે તે જરૂરી છે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM