News of Thursday, 15th May 2025
ધોરાજીનાં જુના ઉપલેટા રોડ પર આવેલ વોકળામાંથી એક ભ્રૂણ મળી આવતાં ચકચાર

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૧૫: ધોરાજી નાં જુના ઉપલેટા રોડ પર આવેલ વોકળા માં એક ભ્રૂણ મળી આવતાં ચકચાર ધોરાજી સીટી પોલીસે તપાસ હાથ ધરી
ધોરાજી નાં જુના ઉપલેટા રોડ અને રસુલ પરા અને રાધાનગર પાસે આવેલ હોકળા માં માનવ ભ્રૂણ પટેલ હોય જે અંગે ધોરાજી સીટી પોલીસને બાતમી મળતા તાત્કાલિક ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમ ઘટના સ્થળે ધોરાજી પોલીસ તંત્ર સરકારી હોસ્પિટલ તબીબ અને જવાબદાર તંત્ર તાત્કાલિક પહોંચી તપાસ હાથ ધરેલ અને આ ભ્રૂણ નો કબજો લઈ ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવેલ
અને આ ઘટના માં સાક્ષી ઓની અને પોલીસ તંત્ર અને હોસ્પિટલ તબીબો ની હાજરી માં કામગીરી કરવામાં આવી હતી
આ ભ્રૂણ અંદાજે દસ થી બાર દિવસ નું હોય તેવું અનુમાન અને આ કોઈ પોતાનું પાપ છુપાવવા માટે આવું કળત્ય કરેલ હોય તેવું જાણવા મળેલ હતું
આ બાબતે ધોરાજી પોલીસ તંત્ર યોગ્ય તપાસ નો દોર કરી અને આવું કળત્ય કરનાર ની શોધખોળ હાથ ધરી છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
