News of Thursday, 15th May 2025
દ્વારકા-પોરબંદર હાઇવે પર ટેન્કર ચાલકે બાઇકને હડફેટે લેતા ખંભાળીયાના ધીરજલાલ મેસવાણીયાનુ મૃત્યુ : જુઓ વિડિયો
ટેન્કર ચાલકે બાઇકને કચડતા બાઇક ચાલક પ્રોઢનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું : સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

(કૌશલ સવજાણી દ્વારા) : દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા-પોરબંદર નેશનલ હાઇવે પર ટેન્કર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક ચાલકનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભોગાત ગામે રોડ પર બાઇક લઇને જઇ રહેલા જામ ખંભાળીયાના પ્રોઢને ટેન્કર ચાલકે કચડયા હતા. જેમાં જામ ખંભાળીયાના બાઇક ચાલક ધીરજલાલ જમનાદાસ મેસવાણીયાનુ મૃત્યુ થયું છે.ટેન્કર ચાલકે બાઇકને કચડતા બાઇક ચાલક પ્રોઢનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે ખસેડયો હતો.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
