<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

સોનાના બદલે ધાતુની માળા પધરાવી ૮૦ હજારની વેરાવળની મહિલા સાથે ઠગાઈ આચરનાર જુનાગઢના ૩ શખ્‍શો પકડાયા

વેરાવળ,તા.૧૫: ગઇ તા-૦૬/૦૫/૦૨૫ના રોજ વેરાવળ રેલ્‍વેસ્‍ટેશન પાસે આવેલ વીમાર્ટ મોલ પાસેની ગલીમા ત્રણ અજાણ્‍યા ઇસમો એક સોના જેવી દેખાતી ધાતુની માળા સોનાની હોવાની કહી રૂ-૮૦,૦૦૦/- મા મંજુબેન નામની મહીલાને પોતાની માતા દવાખાને દાખલ હોય જેથી રૂપીયાની જરૂરીયાત હોય જેથી એક લાખ રૂપીયામા વેંહચી નાખવી છે.

આવુ ફરીયાદી ને જણાવેલ જેથી બહેન દ્વારા આરોપીઓને રૂ.૮૦ હજાર ની વ્‍યાવસ્‍થા થયેલ છે. જો માળા આપવી હોય તો જણાવો જેથી  વેરાવળ રેલ્‍વે સ્‍ટેશન પાસે બોલાવી સોનાની ખોટી માળા આપી રૂ.૮૦ હજારની છેતરપીંડી કરી લઇને ત્રણ ઇસમો નાશી ગયેલ હોય જે બાદ ફરીયાદી બહેને સોની પાસે ખાત્રી કરાવતા સદર માળા ખોટી હોવાનુ જણાતા ફરીયાદી બહેન દ્રારા ફરીયાદ કરતા

જે ત્રણેય ઇસમો ફરીથી આવો કોઇ ગુન્‍હો આચરવાના ઇરાદાથી વેરાવળ શહેરની બજારોમા આટાં-ફેરા કરે છે.અને હાલ વેરાવળ રેલ્‍વ સ્‍ટેશન વિસ્‍તારમા હોવાની તથા તેમાંથી એક વ્‍યકિત જે મોટી ઉમરનો છે.એ બનાવ વખતે પેહરેલ સફેદ જેવા કલરનુ લીટીવાળુ શટઙ્ઘ પહેરેલ છે

જે બાતમી આધારે વેરાવળ રેલ્‍વેસ્‍ટેન હનુમાન મંદીર પાસેથી છેતરપીંડી આચરનાર ટોળકી તથા છેતરપીંડીમા ગયેલ રોકડ રકમ સાથે પકડી પાડી કાયદેસરની કાયઙ્ઘવાહી કરેલ છે.

આરોપીઓ (૧) રૂડારામ ગંગારામ વાધેલા રહે.જુનાગઢ મજેવડી દરવાજા ગીરનારરોડ મહાસાગર ટ્રાવૈલ્‍સની ઓફીસની બાજુમા (૨) નાનજીભાઇ પ્રભુભાઇ સોલંકી રહે.જુનાગઢ ખામધ્રોળ રોડ ૬૬ કે.વી.સબ સ્‍ટેશન પાસે તા.જુનાગઢ (૩) અમ્રુતભાઇ ત્રિકમભાઇ સોલંકી રહે.જુનાગઢ મજેવડી દરવાજા ગીરનારરોડ મહાસાગર ટ્રાવૈલ્‍સની ઓફીસની બાજુમા રોકડ રૂપીયા-૮૦,૦૦૦/- સાથે પકડેલ છે.

પોલીસ ઇન્‍સ્‍પેકટર એચ.આર.ગોસ્‍વામી તથા પો.સબ.ઇન્‍સ. આર.આર.રાયજાદા એ.એસ.આઇ. વજુભાઇ ઉગાભાઇ ચાવડા તથા હરેશભાઇ લખમણભાઇ ચુડાસમા તથા પો.હેડ.કોન્‍સ. વિશાલભાઇ પેથાભાઇ ગળચર તથા અનિરુધ્‍ધસીંહ જયવંતસિંહ રાયજાદા તથા સુનિલભાઇ માંડણભાઇ સોલંકી તથા તથા પ્રદીપસિંહ વાલાભાઇ ખેર તથા પો.કોન્‍સ.અશોકભાઇ હમીરભાઇ મોરી તથા કલ્‍પેશ કાનાભાઇ વાઢેર તથા નદિમભાઇ શેરમહમદભાઇ બ્‍લોચ તથા રવિકુમાર રામસિંગભાઇ ગોહીલ એરીતે આ કામગીરીમાં સાથે જોડાયેલ હતા.(૪૦.૨૫)

(1:21 PM IST)