<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

સગીરા ઉપરના દુષ્‍કર્મના કેસમાં વેરાવળની પોકસો કોર્ટ દ્વારા આરોપીને ૨૦ વર્ષની સજા ફરમાવી

આરોપી વિરૂધ્‍ધ ગંભીર ગુનો છે : સરકારી વકીલ કેતનસિંહ વાળાની સફળ રજુઆત

વેરાવળ, તા.૧૫: વેરાવળ ની સ્‍પે. (પોકસો) કોર્ટ દ્રારા આજથી પાંચ વર્ષ પહેલા સગીરા ઉપર દુષ્‍કર્મ થયેલ જે કેસ ચાલી જતા આરોપીને ર૦ વર્ષની સખ્‍ત કેદની સજા અને રોકડા રૂા.૫ હજારનો દંડ ફટકારતો હુકમ કરેલ છે.

આ કેસની વિગતો આપતા ગીર સોમનાથ જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, આરોપી કિશન બટુકભાઈ મકવાણા ઉ.વ.૧૯ ધંધો-મંજુરી, રહે.ભેરાળા વાળાએ ફરીયાદીની દીકરી ઉં.વ.૧૧ વર્ષ ર માસ વાળીને આજથી પાંચેક વર્ષ પહેલા ગત તા.ર૧/૦૧/ર૦ર૦ ના લલચાવી ફોસલાવી લગ્ન કરવાના કે બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઈ ભોગ બનનાર સગીર હોવાનું જાણવા છતા તેની સાથે અવાર નવાર તેણીની મરજી  વિરૂધ્‍ધ બળાત્‍કાર કરેલ અને આ બનાવ અંગે સગીર બાળકીના પિતાએ તાલાલા પોલીસમાં આરોપીઓ  વિરૂધ્‍ધ ફરીયાદ દાખલ કરતા તપાસનીશ અધિકારી એસ.એચ.ભુવા એ આરોપીઓ સામે કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(ર) (એન), ૩૭૬(એબી) તથા બાળકોને જાતીય રક્ષણ આપવાના અધિનિયમ-ર૦૧ર ની કલમ-૪,પ (એલ)(એમ) મુજબનું ચાર્જશીટ કરેલ.

આ કેસમાં સરકાર તરફે કેતનસિંહ ડી.વાળા એ દલીલ કરતાં જણાવેલ કે, સમાજમાં દિકરીઓ સલામત રહે તે માટે  સરકારે સ્‍પે. પોકસો એકટની જોગવાઈ કરેલી છે અને સગીરાએ જે જુબાની આપેલી છે તે જ માત્ર પુરતી છે તેમ છતાં મેડીકલ એવીડન્‍સ તથા અન્‍ય સાહદોની જુબાની પણ બનાવને તેમજ ભોગ બનનારની જુબાનીને સમર્થન કરતી જુબાની આપેલી છે અને સગીર વયની દિકરીઓને લાલચ આપી, ફોસલાવી પટાવી અને ભગાડી જઈ તેની ઈચ્‍છા વિરૂધ્‍ધ બળાત્‍કાર કરી લવ જેહાદ જેવા કળત્‍ય કરતા આરોપીઓને કોઈપણ રીતે હળવાશથી લઈ શકાય નહી. જેથી સમાજમાં સગીર વયની દિકરીઓ સલામત રહે તે માટે સખ્‍ત સજા કરવા જણાવતા આરોપીને તકસીરવાન ઠરાવવા જેવી મુખ્‍ય દલીલોને ધ્‍યાને લઈ સ્‍પે. (પોકસો) જજ શ્રી જે.જે.પંડયા એ બંને પક્ષને સજા માટે સાંભળેલ અને સજા કરવાના મુદદે સરકારી વકીલ કેતનસિંહ વાળા એ જણાવેલ કે, જયારે આરોપી વિરૂધ્‍ધ ગુનો સાબીત થતા તે ગુન્‍હેગાર બની જાય છે અને વડી અદાલતોના ચુકાદાઓ મુજબ ગુન્‍હેગાર સાથે સખ્‍ત હાથે કામ લેવું જોઈએ અને તેવા સંજોગોમાં મહત્તમ સજા થવી જોઈએ તેવી રજુઆતોને ધ્‍યાને લઇ સ્‍પે. (પોકસો) કોર્ટના  જજ શ્રી જે.જે.પંડયા એ આરોપી કિશન બટુકભાઈ મકવાણા, રહે.ભેરાળા, તા.વેરાવળ વાળાને કલમ-૩૬૩, ૩૬૬, ૩૭૬(ર) (એન), ૩૭૬(એબી) તથા બાળકોને જાતીય રક્ષણ આપવાના અધિનિયમ-ર૦૧ર ની કલમ -૪,પ (એલ) (એમ) મુજબના ગુન્‍હામાં તકસીરવાન ઠરાવી વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૫ હજાર દંડની સજા ભોગવવા આખર હુકમ કરેલ હોવાનું જણાવેલ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જીલ્લામાં જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળા દ્વારા પોકસો સંબંધેના ગુન્‍હા કામે સતત ર૦ વર્ષની આ ચોથી સજા આરોપીઓને કરાવેલ છે. બાળકોના જાતિય રક્ષણ સબંધેના કેસોમાં કેતનસિંહ વાળાએ ફાંસી સહીતની સજા કરાવતા ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મહિલાઓ સામેના ગુના સંબંધે હૈદ્રાબાદ ખાતે નેશનલ પોલીસ એકેડેમી ખાતે યોજાયેલ સેમીનાર માટે ગુજરાતમાંથી કેતનસિંહ વાળાની પસંદગી કરેલ હતી.(૨૩.૧૫)

(1:26 PM IST)