<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

ધ્રોલમાં ટ્રક ડ્રાઇવર ભરતને જગદીશ અને રવિએ ધોકાથી માર માર્યો

ઢાળ ઉપર ટ્રક હોઇ સામેથી ટુવ્‍હીલર પર આવતાં શખ્‍સોને હાથ ઉંચો કરી રાહ જોવા કહેતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૧૫: ધ્રોલમાં લતીપર રોડ પર ચર્મ ઉદ્યોગની બાજુમાં રહેતો ભરતભાઇ જીવાભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) સાંજે સાતેક વાગ્‍યે ઘર નજીક ટ્રક હંકારીને જતો હતો ત્‍યારે ઢાળ પર ટ્રક હોઇ સામેથી જગદીશ પરમાર અને રવિ પરમાર ટુવ્‍હીલર પર આવતાં હોઇ ભરતભાઇએ ઢાળ હોઇ પોતાનો ટ્રક પહેલા ઉતારી લેવા માટે આ બંનેને હાથ ઉંચો કરી રાહ જોવા કહેતાં બંનેએ ઉશ્‍કેરાઇ જઇ ગાળો દેતાં તેને ભરતભાઇએ ગાળો બોલવાની ના પાડતાં ધોકાથી માર મારવામાં આવતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, તોૈફિકભાઇ, ભગીરથસિંહ, ધર્મેન્‍દ્રભાઇએ ધ્રોલ પોલીસને જાણ કરાઇ હતી.

(1:26 PM IST)