<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

જામનગરના આમરા ગામની સીમમાં જુગાર રમતા ૭ શખ્‍સો રૂ.૩ લાખના મુદામાલ સાથે ઝડપાયા

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧૫: પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અને જામનગર જીલ્લાન પોલીસ વડા  પ્રેમસુખ ડેલુ પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના આપી હતી.

જેથી જામનગર તાલુકાના આમરાગામ ની સીમમા જુગારનો અખાડો ચલાવતા રોકડ રૂ. ૮૪,૫૦૦/- તથા મોબાઈલ ફોન નં-૬ કિ.રૂ.૨૨,૦૦૦/- તથા ચાર મો.સા.કિ.રૂ.૨.૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ. ૩,૦૬,૫૦૦/ラના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્‍ધ ક્રિપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઈ. શ્રી સી.એમ.કાંટેલીયા કાયદેસર ની કાર્યવાહી કરેલ છે

પોલીસે ચંપક છગનભાઈ કટેશીયા ઉં.વ. ૩૮ ધંધો ખેતી રહેવાસી આમરા ગામ વાડી વિસ્‍તાર તા.જી.જામનગર, સાજણ રણમલભાઈ કનારા આહિર ઉંમર વર્ષ ૫૫ રહેવાસી ગોકુલ નગર શીવનગર-ર જામનગર, કરસન ગગુભાઈ ચાવડા આહિર ઉંમર વર્ષ ૪૯ રહેવાસી માધવ વિલા -૨ નાઘેડી તા.જી.જામનગર, સંજય બાબુભાઈ તરાવીયા પટેલ ઉંમર વર્ષ ૩૦ રહેવાસી વલ્લભપુર ગામ તાલુકો લાલપુર , વેજાણંદ વીરાભાઈ આંબલીયા આહિર ઉંમર વર્ષ ૪૫ રહેવાસી શિવનગર-ર ગોકુલ નગર જામનગર, ધરમશી લખુભાઈ કરણજારીયા સતવારા ઉંમર વર્ષ ૫૫ રહેવાસી બેડગામ તા.જી. જામનગર , વશરામ માવજીભાઈ સીતાપરા ઉંમર વર્ષ ૫૩ રહેવાસી ગોવર્ધનપર ગામ તા.જી.જામનગરની સામે કાર્યવાહી કરી છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ.શ્રી વી.એન્‍ટલગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી ઈ.એન.મોરી તથા પો.સ.ઇ.શ્રી સી.બેમ કોરેલીયા તથા બેલ.સી.બી. સ્‍ટાફના ફરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઈ પરમાર, નાનજીભાઈ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજ, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજ, ધમેન્‍દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ભરતભાઇ ડાંગર, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા, સુમીતભાઈ શીટાર, કળષીરાજસિંહ વાળા, મથુરસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, યસમ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:27 PM IST)