News of Thursday, 15th May 2025
ભાવનગર શહેરમાંથી શ્વાનએ ફાડી ખાધેલી હાલતમાં નવજાત મળી આવતા ચકચાર
તિલકનગર વિસ્તારમાં નવજાત શિશુ ફાડી ખાધેલી હાલતમાં મળ્યું : રોડ પરથી નવજાત ફાડી નાખેલી હાલતમાં મળતા પોલીસ દોડતી થઈ

ભાવનગર શહેરમાંથી શ્વાનએ ફાડી ખાધેલી હાલતમાં નવજાત મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભાવનગરના તિલકનગર વિસ્તારમાં નવજાત શિશુ ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યું છે. રોડ પરથી નવજાત ફાડી નાખેલી હાલતમાં મળતા પોલીસ દોડતી થઈ છે.
નવજાતનો મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. નવજાત શિશુના વાલી કોણ છે?, શ્વાન ક્યાંથી નવજાત શિશુને લાવ્યું?, નવજાત શિશુ જો મૃત હોય અને તેની દફનવિધિ કરેલી હોય તો ત્યાંથી શ્વાન લઈ આવ્યું છે કે કેમ એ સમગ્ર મામલે ભાવનગરની ઘોઘારોડ પોલીસે તપાસ હાથ ધરી છે
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
