<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

ગોંડલ પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોની ચિંતા વધારી : કોલીથડમાં ખેતરોમાં ડુંગળીના પાકને નુક્શાનની ભીતિ

કોલીથડ, હડમતાળા, પાટીયાળી, મેંગણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરાયા

ગુજરાતમાં અનેક સ્થળો પર કમોસમી વરસાદે માઝા મુકી છે. એવામાં રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. 

 રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં ખેતરમાં રહેલા ડુંગળીના પાકને નુકસાન પહોંચવાની ભીતી વર્તાઈ રહી છે. ભર ઉનાળે ખેતરો પાણીથી છલકાયા છે. કોલીથડ, હડમતાળા, પાટીયાળી, મેંગણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરાયા છે. ગોંડલ તાલુકાના રીબડા રીબ દાળિયા વાડધરી મેંગણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.

(12:06 AM IST)