<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

હિન્દુસ્તાન જિંદાબાદ : મોરબીના બે વેપારી મિત્રોએ અજરબૈજાનની ટુર રદ કરી દેશભાવનાને ઉજાગર કરી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ભારત અને પાક વચ્ચે ભારે તનાવભરી પરિસ્થિતિ વચ્ચે અજરબૈજાન નામનો દેશ પાકિસ્તાનના સમર્થન આવતા ભારતમાં આ દેશની નીતિનો જોરદાર વિરોધ ઉઠ્યો છે. ત્યારે

મોરબીના બે વેપારી મિત્રોએ અજરબૈજાનની ટુર રદ કરી દેશભાવનાને ઉજાગર કરી છે.
વર્ષ 2024-2025મા લિબર્ટી જનરલ ઈન્સ્યોરન્સ કંપની તરફથી ઈન્ટરનેશન કોન્ફરન્સ માટે ધર્મદીપસિંહ જાડેજા (મોમાઈ ઓટો) અને તેમના મિત્ર મુકેશભાઈ સોઢિયા (જીની ઓટો) ક્વોલિફાઈ થયા હતા.જેમા કોન્ફરન્સનુ સેન્ટર અજરબૈજાન હોય પણ આ દેશ ભારત વિરુદ્ધના યુદ્ધમાં પાકિસ્તાન ની તરફેણ કરતા મોરબીના આ બન્ને મિત્રોએ વિદેશ સફરમા જવાનુ કેન્સલ કરીને દેશને સમર્થન આપ્યું છે.

(12:49 AM IST)