News of Friday, 16th May 2025
મોરબીમાં દીકરીના લગ્નમાં માતાપિતા-પરિવારના સભ્યો સહીત ૧૧ લોકો કરશે અંગદાનનો સંકલ્પ.
દીકરીને કરિયાવરમાં મોંઘી ચીજવસ્તુઓ તો સૌ કોઈ આપે છે અહી માતાપિતા, દાદા-દાદી સહિતના સભ્યો અંગદાનની ભેટ આપશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : આજના સમયમાં લોકો લગ્નપ્રસંગ પાછળ બેફામ ખર્ચ કરી સમાજમાં રોફ જમાવતા હોય છે પરંતુ લાખો-કરોડોના ધુમાડા કરીને સમાજને કઈ જ મળતું નથી જયારે મોરબીના દશાડીયા પરિવારે દીકરીના લગ્નપ્રસંગ સાથે સામાજિક જવાબદારી નિભાવવાનું નક્કી કર્યું છે અને દીકરીના લગ્નપ્રસંગે દીકરીના દાદા-દાદી, માતાપિતા, કાકા, ફૈબા સહિતના સભ્યો અને સામાજિક અગ્રણી સહીત ૧૧ લોકો અંગદાનનો સંકલ્પ કરી સમાજને નવી રાહ ચીંધશે
મોરબીના રાપર ગામે રહેતા રાજેશભાઈ મનજીભાઈ દશાડીયા અને સંગીતાબેન રાજેશભાઈ દશાડીયાની દીકરી આરતીકાના શુભ લગ્ન જયકુમાર સાથે તા. ૧૬ ના રોજ રાપર ગામની પટેલ સમાજ વાડી ખાતે યોજાશે જે પ્રસંગે દીકરીના દાદા દાદી, માતાપિતા, કાકા-કાકી, ફૈબા અને ફૂવા સહિતના પરિવારના સભ્યો જ નહિ પરંતુ સામાજિક અગ્રણીઓ સહીત ૧૧ લોકો અંગદાનનો સંકલ્પ લેશે
જે પ્રસંગે શ્રી નાની વાવડી માનવસેવા ગ્રુપના વિપુલભાઈ પડસુંબીયા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે જેમની પ્રેરણાથી પરિવારે અંગદાન માટેનો અનોખો સંકલ્પ કર્યો છે શ્રી નાની વાવડી માનવ સેવા ગ્રુપ તા. ૧૬-૧૧-૧૬ થી કાર્યરત છે વિપુલભાઈએ પણ તેમના પુત્રના જન્મદિનની ઉજવણી રૂપે 9 વર્ષ પહેલાં નેત્રદાનનો સઁકલ્પ પુરા પરિવારના દરેક સભ્યોએ કર્યો હતો સંસ્થા મુખ્યત્વે કાર્યશૈલી હેલ્થકેરની છે સંસ્થા બ્લડ ડોનેશન, નેત્રદાન, અંગદાન, સહિતની પ્રવૃતિઓ અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરે છે સંસ્થાના સેવાકાર્યને અને અંગદાનના કાર્યને બિરદાવવા સાંસદ ચંદુભાઈ શિહોરા, પૂર્વ ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાના ધર્મપત્ની માણેકબેન, ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે
અંગદાનના સંકલ્પ દાતા
(1) દસાડીયા મનજીભાઈ રામજીભાઈ..(દાદા)
(2) દસાડીયા દૂધીબેન મનજીભાઈ(દાદી)
(3) દસાડીયા રાજેશભાઈ મનજીભાઈ(પાપા)
(4) દસાડીયા સંગીતાબેન રાજેશભાઈ(મમ્મી)
(5) દસાડીયા મિતાબેન જયેશભાઈ(આન્ટી)
(6) દસાડીયા જાગૃતિબેન અશ્વિનભાઈ(આન્ટી)
(7) દસાડીયા નરેન્દ્રભાઈ મનજીભાઈ(કાકા)
(8) વાછાણી રમાબેન વાલજીભાઈ ( ફઈ )
(9) વાછાણી વાલજીભાઈ છગનભાઇ ( ફુવા )
(10)વાછાણી છગનભાઇ વેલજીભાઇ ( દાદા )
(11) પૂર્વ જિલ્લા ભા.જ.પ.પ્રમુખના ધર્મપત્નીશ્રી માણેકબેન રાઘવજીભાઈ ગડારા
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
