News of Friday, 16th May 2025
માળિયાના મોટા દહીંસરા ગામે શ્રી મોમાઈધામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપતા ધારાસભ્ય.
જલયાત્રા, મંડપ પ્રવેશ, કુળદેવી તથા મૂર્તિના ન્યાસ, ધ્યાન, કુટીર હોમ, બપોરે ૩ થી ૫ સુધી પ્રતિષ્ઠા યજ્ઞ, તીર્થ જલ અમૃતાભીષેક, ધાન્યાધીવાસ યોજાશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયાના મોટા દહીંસરા ગામે જાડેજા પરિવાર દ્વારા આજે તા.૧૫ ને ગુરુવારથી ત્રણ દિવસીય શ્રી મોમાઈધામ મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તા.૧૫, ૧૬ અને ૧૭ એમ ત્રણ દિવસીય મહોત્સવ ઉજવાશે.
મહોત્સવના પ્રથમ દિવસે જ મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પધાર્યા હતા અને માં મોમાઈના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે મહોત્સવના મુખ્ય યજમાન અને દાતા સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા પરિવારના સુપુત્રો જયુભા જાડેજા, દિલુભા જાડેજા સહીત અગ્રણીઓએ ધારાસભ્યને આવકાર્ય હતા અને માં મોમાઈ મંદિરની પ્રતિકૃતિ તસ્વીર તેમને સ્મૃતિ ચિન્હ તરીકે અર્પણ કરી હતી.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્યપદે હસુભાઈ પંડ્યા બિરાજન છે. ત્રણ દિવસીય મહોત્સવમાં તા. ૧૫ ને ગુરુવારે સવારે ૯ થી ૧૨ કલાકે દેશશુદ્ધિ, ગણપતિ સ્થાપના, માતાજીની શોભાયાત્રા, બપોરે ૩ થી ૫ કલાકે પ્રતિષ્ઠા યજ્ઞ અને મંદિરનો વાસ્તુ યજ્ઞ યોજાશે તા. ૧૬ ને શુક્રવારે સવારે ૯ થી ૧૨ કલાકે જલયાત્રા, મંડપ પ્રવેશ, કુળદેવી તથા મૂર્તિના ન્યાસ, ધ્યાન, કુટીર હોમ, બપોરે ૩ થી ૫ સુધી પ્રતિષ્ઠા યજ્ઞ, તીર્થ જલ અમૃતાભીષેક, ધાન્યાધીવાસ યોજાશે તા. ૧૭ ને શનિવારે સવારે કુળદેવી રાજોપચાર પૂજન, નવચંડી યજ્ઞ, ગ્રહ યજ્ઞ, સ્થાપિત દેવોનો યજ્ઞ, પ્રાણ પ્રતિષ્ઠા અભિજિત મુર્હતમાં, ધ્વજારોહણ અને સાંજે ૪ કલાકે પુર્ણાહુતી તેમજ સાંજે ૪ : ૩૦ કલાકે મહા આરતી યોજાશે. તા. ૧૭ ને શનિવારે સાંજે ૬ કલાકે સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા સમાજ વાડી વિવેકાનંદનગર મોટા દહીંસરા ખાતે મહાપ્રસાદ યોજાશે મહોત્સવના મુખ્ય યજમાન તરીકે જયદીપ એન્ડ કંપની મોટા દહીસરા - વવાણીયા-મોરબી બિરાજશે. મહોત્સવનો લાભ લેવા જાડેજા પરિવારની યાદીમાં જણાવ્યું છે.
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
