<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

જામનગરમાં ગ્રેઈન માર્કેટ, પીઠના ચોકમાં આવેલી મુતરડી કોઈ ભારે વાહન વાળાએ તોડી નાખી

પાલિકાને રજુઆત બાદ નમી ગયેલી દિવાલને તોડી નાખી ફરી બનાવવાની કામગીરી

( મુકુંદ બદીયાણી દ્વારા : જામનગર લ: શહેરના ગ્રેઈન માર્કેટ, પીઠના ચોકમાં આવેલી મુતરડી કોઈ ભારે વાહન વાળાએ તોડી નાખી હતી, ધી ગ્રેઈન એન્ડ સીડ્ઝ મર્ચન્ટ એસોસિયેશન દ્વારા જામનગર મહાનગરપાલિકા ને રજુઆત કરવામાં આવતા આજરોજ નમી ગયેલી દિવાલ ને તોડી નાખી ફરી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આજ પ્રમાણે ચાંદી બજારમાં સોના ચાંદીની દુકાનો પાસે ઘણા સમય પહેલા બનાવેલ બસ સ્ટેન્ડ જે જર્જરિત હાલતમાં અને સાવ નકામું છે તેને પણ તોડી પાડવામાં આવેતો ત્યાં વાહનો પાર્ક કરી શકાય તેમ છે.

(1:16 AM IST)