<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સવારથી અસહ્ય ઉકળાટ

મહતમ તાપમાનનો પારો ઉંચો ગયો હોવા છતા કમોસમી વરસાદ અનેક વિસ્‍તારોમાં વરસ્‍યો

રાજકોટ, તા., ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારથી અસહ્ય ઉકળાટ યથાવત છે. ગઇકાલે બપોર બાદ અનેક વિસ્‍તારોમાં કમોસમી વરસાદ વરસી ગયા બાદ ફરીથી ગરમીનો માહોલ બરકરાર છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬.૭ , મહતમ તાપમાન ૩૬.૬ , ભેજનું પ્રમાણ ૭પ ટકા, પવનની ગતી ૧૧.૪ કી.મી. રહી હતી.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વિખેરાતા ફરી ગરમી નું જોર વધી રહ્યું છે. આજે ૨૦ કી.મી. ની ઝડપે પવન ફૂંકાવવા છતાં બફારાને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા.

 ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન વધીને  ૩૮.૫ ડિગ્રી નોંધાયું હતું જ્‍યારે આજનું લઘુત્તમ તાપમાન ૨૭.૭ ડિગ્રી રહેવા પામ્‍યું હતું. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૭ ટકા રહ્યું હતું. જ્‍યારે પવનની ઝડપ ૨૦ કી.મી. પ્રતિ કલાકની રહી હતી.

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૧૫-૦૫-૨૦૨૫ થી તા.૨૦-૦૫-૨૦૨૫ દરમિયાન ગુજરાત રાજયના સાંબરકાઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, જુનાગઢ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં છુટાછવાયા સ્‍થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં  તકેદારીનાં પગલા લેવા રાજ્‍યના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે. વધુ જાણકારી માટે ગ્રામસેવક અથવા કિસાન કોલ સેન્‍ટર ટોલ ફ્રી નંબર - ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવા જણાવાયું છે.(૪.૧૯)

(10:58 AM IST)