News of Friday, 16th May 2025
ઉનાની તડ ચેકપોસ્ટ પાસે બે બાઇક વચ્ચે અકસ્માતઃ પિયુષ વાળાનું મોત
પૈસા ઉપાડવા દિવ ગયા બાદ પરત આવતી વખતે બનાવઃ સારવારમાં રાજકોટમાં દમ તોડયોઃ બે પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૬: ઉનાના તડ ગામે રહેતો માછીમાર યુવાન દિવ ખાતે પૈસા ઉપાડવા ગયા બાદ પરત આવતો હતો ત્યારે ઉના તડ ચેકપોસ્ટ પાસે બીજા બાઇક સાથે તેનું બાઇક અથડાતાં ગંભીર ઇજા થતાં તેનું મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ તડ ગામે રહેતો પિયુષ અરજણભાઇ વાળા (ઉ.વ.૩૨) નામનો યુવાન ગત સાંજે પોતાના ગામથી દિવ કેન્દ્ર ખાતે પૈસા ઉપાડવા ગયો હતો. ત્યાંથી બાઇક હંકારી પરત આવી રહ્યો હતો ત્યારે તડ ચેકપોસ્ટ પાસે સામેથી બીજુ બાઇક આવીને અથડાતાં પિયુષ ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેને ઉના સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સવારે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે જરૂરી કાર્યવાહી કરી નવાબંદર પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર પિયુષના માતા-પિતા હયાત નથી. તે પરિવારનો એકનો એક આધાર હતાં. માછીમારી કરી ગુજરાન ચલાવતો હતો. સંતાનમાં બે પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી દીધી હતી. (૧૪.૬)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
