<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

પાટડી ભાજપના કાર્યકરે યુવકને માર્યા : ચકચાર

દારૂ ઝડપાયા બાદ ફરાર થયેલા

વઢવાણ, તા.૧૬: પાટડીમાં ભાજપ કાર્યકર રાકેશ ઠાકોરને ત્‍યાંથી LCBએ દારૂ ઝડપી પાડ્‍યો હતો. અને આરોપી રાકેશ ઠાકોર પોલીસ ચોપડે ફરાર છે. ત્‍યારે રાકેશ ઠાકોરે પાટડીના યુવક હાર્દિક પ્રજાપતિને મારી બાતમી કેમ આપે છે તેમ કહી ઢોર માર માર્યો હતો.

પાટડીની આ ઘટના બાદ વિપક્ષે પણ ગળહમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોના દાવા કરતા ગળહમંત્રી પોતાના પક્ષના ભાજપના કાર્યકર અને બુટલેગર પર પગલાં ન ભરતાં હોવાના આક્ષેપ સાથે સખ્‍ત કાર્યવાહીની માગ કરી છે.

પાટડીના ભાજપના આ કાર્યકરની દાદાગીરીને પગલે પૂર્વ ધારાસભ્‍ય નૌશાદ સોલંકીએ કહ્યું કે, ભાજપ સરકારના રાજમાં નિર્દોષ લોકોના ઘર પાડવામાં આવે છે હવે ભાજપના કાર્યકર અને બુટલેગરના ઘર પર બુલડોઝર ફેરવવાની માંગ કરી છે.

(11:11 AM IST)