<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

સુરેન્‍દ્રનગરમાં થાર કાર ઘરની દીવાલમાં ઘૂસી ગઇ

 

વઢવાણઃ સુરેન્‍દ્રનગર શહેરમાં ખાસ કરીને રાતના સમયે વાહનો પુરઝડપે ચાલે છે. તેમાં પણ શહેરના હાર્દસમા એવા ૮૦ ફુટ રોડ પર રાતના સમયે નબીરાઓ જાણે વાહનોમાં રેસ લગાવતા હોય તેમ વાહનો ચલાવે છે. ત્‍યારે બુધવારે રાત્રે પસાર થતી એક થાર કારના ચાલકે પુરઝડપે કાર ચલાવતા કાર પરનો કાબુ ગુમાવ્‍યો હતો. અને કાર રસ્‍તાની નજીક આવેલા એક ઘરની દીવાલમાં ઘુસી ગઈ હતી.સદ્દભાગ્‍યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. જોકે, કારને નુકશાન થયુ હતુ. અકસ્‍માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. બનાવની સવારના સમયે બી ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસ ક્રેન વડે કારને પોલીસ મથકે લઈ આવી છે. અને કારના માલિક તથા ચાલકની શોધખોળ હાથ ધરી છે.(તસ્‍વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(11:13 AM IST)